સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંકના નિયામક મંડળીની ચૂંટણી જાહેર

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરકાંઠા મધ્યસ્થ બેન્કના નિયામક મંડળની ચૂંટણીનું મતદાન 16 જુલાઈએ યોજાયા બાદ મત ગણતરી હાથ ધરવામાં આવશે. તો મોડી રાત્રે પરિણામ જાહેર થશે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો અને ખેડૂતોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લીમિટેડની નિયામક મંડળની ટર્મ પૂર્ણ થતા આગામી 16 જુલાઈના રોજ બેંકના 18 બેઠક માટેની ચૂંટણીનું મતદાન યોજાશે.

સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેન્ક લિમિટેડની ચૂંટણી પ્રક્રિયા ચૂંટણી અધિકારી દ્વારા આરંભી દેવામાં આવી છે. જેમાં હાલમાં ઉમેદવારી પત્રો વિતરણ ચાલુ છે. ત્યારે 104 ઇચ્છુંક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ લીધા છે. તો હજી સુધી કોઈ ઉમેદવારોનું ઉમેદવારી પત્ર ભરાયું નથી. તેવી ચૂંટણી અધિકારીના કચેરીથી જાણવા મળ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.