સાબર ડેરી દ્વારા સતત પાંચમી વખત દૂધ સંપાદનના ભાવોમાં વધારો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન સાબરડેરી દ્વારા માર્ચ 2022થી દૂધ સંપાદનના ભાવોમાં સતત પાંચમી વખત વધારો કરવાની જાહેરાત કરવામાં આવતા પશુપાલકોમાં આનંદની લાગણી જોવા મળી છે. સાબરડેરી દ્વારા માર્ચ 2022થી દૂધ સંપાદનના ભાવોમાં ભેંસના દૂધના ભાવમાં કિલો ફેટે રૂપિયા 20 અને ગાયના દૂધમાં સમતુલ્ય કિલો ફેટમાં રૂપિયા 9.10 વધારો કરવામાં આવ્યો છે.

આ અંગે સાબરડેરીના સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા પશુપાલન અને દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા લાખો દૂધ ઉત્પાદકોના હિતમાં સતત પાંચમી વખત ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દૈનિક 30 લાખ લિટરથી વધુ દૂધ સંપાદન કરવામાં આવે છે. ત્યારે દૂધના વ્યવસાયમાં પશુપાલકોને વધુ વળતર મળી રહે તે માટે સાબર ડેરી દ્વારા સમગ્ર ગુજરાતમાં દૂધના ઉંચા પોષણક્ષમ ભાવો આપવાના પ્રયાસ કરવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.