સાબરકાંઠા : હિંમતનગરના ખેડાવાડામાં SOGએ ઘરમાંથી બંદુક સાથે શખ્સને ઝડપ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

ખેડાવાડામાં SOGએ ઘરમાંથી બંદુક સાથે શખ્સને ઝડપ્યો: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ખેડાવાડા ગામે રહેણાંક ઘરમાંથી ફૂલ્લીદાર બંદુક સાથે શખ્સને ઝડપી લીધો હતો અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો હતો.

SOG ટીમ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ચાર્ટર મુજબની કામગીરીમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સ્ટાફના ભાવેશભાઈને મળેલ બાતમી આધારે ખેડાવાડા ગામે પ્રતાપજી શનાજી રાઠોડના કબજાના રહેણાંકના મકાનમાં તપાસ કરતા ગેરકાયદેસર દેશી બનાવટની ફૂલ્લીદાર સિંગલ બેરલની બંદુક રૂ. 5000ની મળી આવી હતી. જેથી SOGએ બંદુક સાથે પ્રતાપજી રાઠોડને ઝડપીને તેમના વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાવી પોલીસને સોંપ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.