સાબરકાંઠા એસ.ઓ.જી એ દેશી બંદૂક સાથે એક શખ્સને ઝડપી લીધો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા SOGએ વિજયનગરના તાલુકાના એક ગામમાં ઘરમાંથી દેશી બંદૂક સાથે એક શખ્સને ઝડપી લીધો છે.સાબરકાંઠા SOG વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એટીએસ ચાર્ટરની કામગીરીને લઈને પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલ બાતમી આધારે વિજયનગર તાલુકાના વદરી ડુંગળની તળેટી, અસારી ફળિયુમાં રહેતા આશિષ લક્ષ્મણભાઇ અસારીના રહેણાક મકાનમાંથી દેશી બનાવટની ફુલ્લિદાર બંદૂક કિંમત રૂ.5000, બંદૂક ભરવાના સીસુંના ટુકડા નંગ 27, બંદૂક ફોડવા માટેની કેપ નંગ 3 મળી આવતા આરોપી સામે વિજયનગર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.