સાબરકાંઠા LCBએ કારનો કાચ તોડી રૂ 1.50ની ચોરી કરી ગયેલા બે શખસોને ઝડપી રૂ 45,500 રીકવર કર્યાં

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મોતીપુરા વિસ્તારમાં કોમ્પ્લેક્ષ આગળ 14 દિવસ પહેલા સવારના સમયે પાર્ક કરેલી કારના કાચ તોડી રોકડ રૂ.1.50 લાખ ભરેલી બેગ ચોરી કરી લઇ ગયેલા બે શખસોને LCB હિંમતનગરના હાજીપુર નજીકથી ઝડપી લઈને તેમના પાસેથી રોકડા રૂ 45,500 અને એક બાઈક મળી 70 હજારનો મુદ્દામાલ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના મોતીપુરા વિસ્તાર આવેલ સન કોમ્પ્લેક્ષ આગળ 14 દિવસ પહેલા પાર્ક કરેલ કારના ડ્રાઈવર સાઈડનો કાચ તોડી રોકડ રૂ 1.50 ભરેલી બેગ અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ ગયા હતા. જે અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.

સાબરકાંઠા LCBના PI એ.જી.રાઠોડ અને PSI ડી.સી.પરમારે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંમતનગરના મોતીપુરામાં ચોરી કરનારા બે શખ્સો બાઈક લઈને પ્રાંતિજથી હિંમતનગર તરફ આવવાની બાતમી આધારે સ્ટાફ દ્વારા હાજીપુર નજીક રોડ પર વાહન ચેકિંગ શરુ કરવામાં આવ્યું હતું. દરમિયાન બાતમીવાળી બાઈકને રોકી બંને ઇસમોનું નામ પૂછતા પવન રાજુભાઈ જાદવ (મરાઠી, ઉં.વ.25, મૂળ રહે.અચોલા, વિરાર, પો.નાલાસોપારા, તા.જિ.વસઈ, મહારાષ્ટ્ર, થાના, વસઈ, હાલ રહે.રંગોલી સોસાયટી, આઈફાઈ એરિયા, નારોલ, અમદાવાદ) અને સાથીદાર સંજય રામબરાઈ કુલદીપરાય યાદવ (ઉં.વ 27, મૂળ રહે.લખનપુર, પો.કુમારસન બંગડા, તા.જિ.સારન(છાપરા)બિહાર, થાના, મસરક, હાલ રહે રંગોલી સોસાયટી, આઈફાઈ એરિયા, નારોલ અમદાવાદ)નો હોવાનું જણાવ્યું હતું.

પકડાયેલા બંને ઇસમોએ વધુ પૂછપરછમાં બાર દિવસ પહેલા અમે બંને જણા બાઈક લઈને હિંમતનગર મુકામે આવેલ હતા અને બપોરના સમયે એક કોમ્પ્લેક્ષ આગળ પર કરેલ ફોર વ્હીલ ગાડીનો ડ્રાઈવર સાઈડનો કાચ તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરી હતી અને તે રોકડ અમે બંનેએ સરખે ભાગે વહેચી લીધી હતી. ત્યારે અમે બીજી ચોરી કરવા હિંમતનગર તરફ આવતા હતા. જેને લઈને બંનેની અંગ ઝડતી લઈને રૂ 45,500 રોકડ તથા બાઈક એક રૂ 25 હજાર મળી રૂ 70,500નો મુદ્દામાલ CRPC 102 મુજબ કબજે લઈનેઝડપાયેલા બંને ઇસમોને 41(1)(એ) મુજબ અટક કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યાં છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.