સાબરકાંઠા એલ.સી.બી એ ઘરમાંથી જુગાર રમતા 12 જણાને 26.04 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કાનપુર ગામે સાબરકાંઠા LCBએ રેડ કરી ઘરમાંથી જુગાર રમતા 12 શખ્સોને રોકડ 4 લાખ, ત્રણ ફોર વ્હીલર વાહનો, 7 મોબાઈલ મળી કૂલ રૂ 26.04 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ઇડર પોલીસ સ્ટેશનમાં 12 શખ્સો સામે જુગારનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

સાબરકાંઠા LCBના PSI ડી.સી.પરમાર અને ટીમને બાતમી મળી હતી કે ઇડર તાલુકાના કાનપુરમાં પોસ્ટ ઓફીસ પાસે આવેલ પટેલ ફળીમાં વિજયસિંહ સોનસિંહ ચૌહાણ પોતાના રહેણાંક મકાનમાં તીન પત્તીનો હાર જીતનો જુગાર પૈસાની લગાઈ લઇ કેટલાક માણસોને બહારથી બોલાવી નાળ કાઢી તીન પત્તીનો હાર-જીતનો જુગાર રમી-રમાડે છે. પોલીસ આવી ન જાય તે માટે બે માણસો બહાર ઘરની આજુબાજુ વોચ રાખે છે. જેને બાતમી આધારે LCB ટીમે મંગળવારે મોડી સાંજે રેડ કરતા મકાનની અંદર કેટલાક ઇસમો ગોળ કુંડાળુંવાળી ગંજીપાના પત્તા પાનાનો જુગાર રમતા હતા. જે 12 શખ્સોને ઝડપી લીધા હતા.

રૂ. 7 લાખ મળી કૂલ રૂ. 26,04,120નો મુદ્દામાલ મળી આવ્યો હતો. ઇડર પોલીસ સ્ટેશનમાં જુગાર રમતા ઝડપાયેલા 12 શખ્સો સામે જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.