સાબરકાંઠા એલ.સી.બી એ વાહનચેકિંગ દરમિયાન ચોરીના બે સ્પોર્ટ્સ બાઈકો સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા એલ.સી.બી એ હિંમતનગરના કાંકરોલ પાસે રોડ પરથી ચોરીના બે સ્પોર્ટ્સ બાઈકો સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. ત્યાર બાદ 2.42 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલા ત્રણને શખ્સોને એ-ડિવિઝન પોલીસને સોંપ્યા હતા.

પોલીસ સ્ટાફને વાહન ચેકિંગ દરમિયાન બાતમી મળી હતી કે, રાજસ્થાનથી ત્રણ શખ્સો બે સ્પોટ્સ બાઈક નંબર વગરની લઈને હિંમતનગર તરફ આવી રહ્યા છે. જેને લઈને વાહનચેકિંગ કરતા બાતમી વાળી નંબર વગરની બે સ્પોર્ટ્સ KTM બાઈક લઈને આવેલા શખ્સોને રોકી તેમના નામની પૂછપરછ કરી હતી. તો બાઈકના પાસિંગ અને માલિકીના પુરાવા નહિ મળતા ચેસીસ અને એન્જિન નંબર આધારે પોકેટ કોપ સોફ્ટવેર વડે તપાસ કરતા યામાહા કંપનીની R-15નો રજિસ્ટર નંબર GJ-27-DP-9456 આવ્યો હતો.

આ અંગે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ-2023માં 1.37 લાખની બાઈક ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાઇ છે. જ્યારે બીજું બજાજ કંપનીનું નંબર વગરનું કાળા કલરનું KTM-RC-15ના એન્જિન અને ચેસીસ નંબર આધારે પોકેટ કોપમાં તપાસ કરતા રજિસ્ટર નંબર RJ-30-SY-0634 હતો. આ અંગે ઉદેપુર જિલ્લાના ભુપાલપુરા પોલીસ સ્ટેશનમાં રૂ. 90 હજારની કિંમતની બાઈક ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાઇ હતી. જેને લઈને બે બાઈકો એક મોબાઈલ મળી રૂ. 2,42,000નો મુદ્દામાલ CRPC 102 મુજબ કબજે લીધી હતી.

ચોરીની બંને બાઈકો સાથે ઝડપાયેલા રણજીતભાઈ હીરાલાલ ભગોરા (ઉવ.20 રહે.સંચીયા ભગોરા ફળી,પો.કણબા,તા.બિછીવાડા,જી.ડુંગરપુર રાજ્સ્થાન), ચિરાગકુમાર સુરેશજી ભગોરા (ઉવ.23 રહે.સંચીયા ભગોરા ફળી,પો.કણબા,તા.બિછીવાડા,જી.ડુંગરપુર રાજ્સ્થાન) અને રાજપ્રેમ ઉર્ફે પીન્ટુ નારણજી ભગોરા (ઉવ.19 રહે.સંચીયા ભગોરા ફળી,પો.કણબા, તા.બિછીવાડા,જી.ડુંગરપુર રાજ્સ્થાન)ની પૂછપરછ કરતા યામાહ કંપનીની R-15 બાઈક ત્રણેય જણાએ આઠ મહિના પહેલા હિંમતનગરમાંથી ચોરી કરી હતી. જ્યારે બીજી KTM બાઈક રાજપ્રેમ ઉર્ફે પીન્ટુ નારણજી ભગોરાએ જણાવ્યું હતું કે, પોતે અને તેના ભાઈ કમલેશ નારણજી ભગોરા સાથે ભેગા મળી સવા વર્ષ પહેલા રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના અશોકનગર ખાતેથી ચોરી કરી હતી. જેને લઈને LCB ત્રણેય શખ્સોને CRPC કલમ (41)(1)(એ) મુજબ અટક કરી તપાસ માટે એ-ડિવિઝન પોલીસને સોંપ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.