સાબરકાંઠાને પ્રથમ વાર નીટનું કેન્દ્ર મળ્યું, 2018 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લાના હિમતનગર શહેરમાં આવેલી હિંમત હાઇસ્કૂલ, ગ્રીન એપલ હાઇસ્કૂલ, કેન્દ્રિય વિદ્યાલય અને બેરણા પાસે આવેલા ગ્રોમોર કેમ્પસમાં નીટ -2022ની પરીક્ષા માટેનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. ધો-12ના બી સ્ટ્રીમના જીલ્લાના 2018 જેટલા વિદ્યાર્થીઓ આજે રવિવારે નીટની પરીક્ષા આપશે. ત્યારે રવિવારે જીલ્લાના હિમતનગર શહેરમાં ત્રણ અને બેરણા નજીક એક એમ ચાર સ્કૂલોમાં નીટ-2022 પરીક્ષાનું સેન્ટર કેન્દ્ર દ્વારા ફાળવવામાં આવ્યું છે.

બપોરે 2 વાગ્યાથી 5.20 કલાક સુધી ચાલનારી પરીક્ષામાં 720 માર્ક્સનું પેપર હશે અને 180 સવાલો હશે. એક સવાલ ચાર માર્ક્સનો હશે. આમ 200 મિનીટ પેપર ચાલશે, ત્યારે શહેરની હિંમત હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ સવારે 10 વાગ્યાથી શરૂ કરાયો હતો. ચોક્સાઈપૂર્વક તપાસ બાદ જ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો, ત્યારબાદ બાયોમેટ્રીક્સ દ્વારા વેરીફાઈ કરી ક્લાસમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો

હિંમત હાઇસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્કૂલને પ્રથમવાર નીટનું કેન્દ્ર મળ્યું છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને અમદાવાદ અને ગાંધીનગર પરીક્ષા આપવા જવું પડતું હતું. હવે ઘરઆંગણે પ્રથમવાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. હિંમત હાઇસ્કૂલમાં 21 બ્લોકમાં 504 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તેમને પ્રવેશ આપવાનો શરૂ કરાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.