સાબરકાંઠામાં ખેડૂતોએ કપાસ અને દીવેલા સહિતના પાકોનું વાવેતર કર્યું

સાબરકાંઠા
સાબરકાંઠા

રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે વરસાદ નહિવત થતાં સારા વરસાદની આશાએ ખેડૂતો ખરીફ પાકનું વાવતેર કરવા લાગ્યા છે.ત્યારે આ અગાઉ પડેલા વરસાદી ભેજમાં કપાસ,મગફળી,દીવેલા સહિતનું વાવેતર કર્યુ છે.જેમાં છેલ્લા બે ચાર દિવસથી આકાશમાં કાળાડીબાંગ વાદળો વચ્ચે વરસાદ થશે તેવી આશા રાખીને ખેડૂતો મોંઘા બિયારણો લાવીને વાવેતર કરવા લાગ્યા છે.આમ જિલ્લામાં વરસાદની અનિશ્ચિતતા વચ્ચે 1,73,247 હેકટરમાં ખેડૂતોએ કપાસ,દીવેલા,સોયાબીન સહિતના પાકનું વાવેતર કર્યુ છે.આ વર્ષે સમયસર વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી અને સિંચાઇ માટેની પણ સારી સગવડ મળતા ખેડૂતોએ ખેતરો ખેડીને ખરીફ પાકની વાવણી શરૂ કરી હતી.આ સિવાય બોરકૂવા અને કેનાલમાંથી મળતા પાણીના કારણે મકાઇ,સોયાબીન સહિત બિનપીયત ડાંગરનું વાવેતર કર્યુ છે.પરંતુ બીજીતરફ 15મી જુલાઇ સુધીમાં સંતોષકારક વરસાદ ન થતા ખેડૂતો મૂંઝાયા છે.તેમછતાં ખેડૂતોએ હિંમત હાર્યા વગર ખેતરો ખેડીને વાવણી શરૂ કરી છે.જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લામાં આ વર્ષે ચોમાસા દરમિયાન મગફળીનું અંદાજે 70,793 હેકટરમાં વાવેતર થયુ છે.જે પૈકી હિંમતનગરમાં 24,239,ઇડરમાં 19,318 હેકટર જમીનમાં વાવેતર કરી મગફળી તૈયાર કરી દીધી છે.આ ઉપરાંત કપાસ,દીવેલા સહિતના પાકોનું પણ વાવેતર ચાલી રહ્યુ છે. જેમાં સૌથી વધુ કપાસનું વાવેતર ઇડરમાં 11,069 હેકટર જમીનમાં બીટી કપાસ સહિતના કપાસનું વાવેતર થયુ છે.આ ઉપરાંત વડાલીમાં 4905 હેકટર,ખેડબ્રહ્મામાં 6747 હેકટરમાં કપાસનું વાવેતર થયુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.