તલાટીની નોકરી ભાજપની ચાકરીના નારા સાથે સાબરકાંઠા કોંગ્રેસનું આવેદનપત્ર

સાબરકાંઠા
સાબરકાંઠા

બુધવારે ભાજપના સ્થાપના દિને યોજાયેલ ત્રિવિધ રાજકીય કાર્યક્રમમાં તલાટીઓ અને ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ હાજર રહેવાના મામલામાં ગુરૂવારે તલાટીની નોકરી ભાજપની ચાકરીના નારા લગાવી જિલ્લા પંચાયત ભવન ગજવ્યુ હતુ અને ડીડીઓને આવેદન આપી રાજકીય ડર રાખ્યા વગર પગલા લેવા માંગ કરી હતી.

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા તા.07-04-22 ના રોજ રાજકીય કાર્યક્રમમાં ભાજપ દ્વારા સરકારી કર્મચારીઓ અને તંત્રનો દૂરૂપયોગ કરાયો હોવા અંગે ડીડીઓને આવેદન અપાયુ હતું.જેમાં જણાવ્યાનુસાર સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલ ભાજપના દિવ્યાંગ સન્માન સમારોહતલાટીઓને વિવિધ ગામમાંથી લોકોને લાવવા લઇ જવાની જવાબદારી અપાઇ હતી અને ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓને પણ આમા જોતરાયા હતા.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઇ પટેલે જણાવ્યુ કે કોઇપણ સરકારી કર્મચારી ચાલુ નોકરીએ અથવા રજા મૂકીને કોઇ પણ પ્રકારના રાજકીય કાર્યક્રમમાં સામેલ થઇ શકતો નથી અને રાજકીય વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી શકતો ન હોવાની કાયદાની જોગવાઇઓ જણાવી નિયમાનુસાર ભાજપના કાર્યક્રમમાં સેવા આપનાર કર્મચારીઓ સામે કોઇની પણ શેહ શરમ રાખ્યા વગર શિક્ષાત્મક કાર્યવાહી કરવા ડીડીઓ સમક્ષ માંગ કરી હતી અને સમયમર્યાદામાં પગલા ભરવામાં નહી આવે તો જિલ્લાના વડા સામે હાઇકોર્ટમાં જતા પણ ખચકાઇશુ નહીની ચીમકી ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.