ગેરકાયદે પ્રવૃતિઓ કરનાર સામે સાબરકાંઠા કલેકટરની લાલ આંખ
રખેવાળ ન્યુઝ સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના હાજીપુર પાસે આવેલા તૃષ્ણા ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ બાબતે જિલ્લા સમાહર્તાને ગ્રામજનો દ્રારા ફરીયાદો કરવામાં આવી હતી. જેના આધારે જિલ્લા સમાહર્તા શ્રી સી.જે. પટેલના આદેશ અનુસાર તપાસ કરી ગેસ્ટ હાઉસ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
હિંમતનગરના સાબરડેરી પાસે આવેલા તૃષ્ણા ગેસ્ટહાઉસમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હોવાની ફરીયાદો જિલ્લા સમાહર્તાશ્રીને મળતા તેઓએ તપાસ માટે આદેશ કર્યો હતો. હિંમતનગર પ્રાંતશ્રીના માર્ગદર્શન હેઠળ અજમાયશી નાયબ કલેક્ટરશ્રી સુરજ બારોટ, મામલતદારશ્રી હિંમતનગર કે.એચ.તરાલ, સર્કલ આૅફિસર ડી.એલ રાઠોડ, તલાટીશ્રી હસમુખભાઇ પટેલની ટીમ દ્વારા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના સાબરડેરી નજીક તૃષ્ણા ગેસ્ટ હાઉસમાં તપાસ કરી સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.