સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ રૂમની બેઠક યોજાઇ
રખેવાળ ન્યુઝ,સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના સંર્ક્મણને ફેલાતુ રોકવા માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં કોરોનાને ડામવા માટે કમાન્ડ એન્ડ કંન્ટ્રોલરૂમની સ્થાપના કરવામાં આવી છે. જેની તાકીદે જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઇ હતી.જિલ્લામાં વધતા કોરોનાના કેસને નાથવા માટે વહિવટી તંત્ર દ્રારા કમાન્ડ એન્ડ કંન્ટ્રોલરૂમની સ્થાપના કરવામાં આવી છે. જે અંતર્ગત મળેલી બેઠકમાં કોરોનાને નાથવા માટે કરવામાં આવતી કામગીરી સમિક્ષા કરવામાં આવી હતી. કોરોનાના સંર્ક્મણને રોકવા માટે જિલ્લામાં આપવામાં આવતા કન્ટેઇનમેન્ટ ઝોન, આરોગ્ય વિભાગ દ્રારા નિમવામાં આવેલી સર્વેલન્સ ટીમોની કામગીરીનુ મોનિટરીંગ, આરોગ્ય સેતુ એપ્લિકેશન અંગે જાણકારી આપવી તથા કન્ટેઇનમેન્ટ ઝોનના લોકોને આયુર્વેદિક દવાઓ તેમજ ઉકાળા વિતરણને લગતિ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સીંગનુ ખાસ પાલન થવું જોઇએ, લોકો ઘરની બહાર નિકળતા સમયે ફરજીયાત માસ્ક પહેરે તેમજ જાહેરમાં ના થુંકવા જેવી બાબતોનું ખાસ પાલન થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મુક્યો હતો..
આ બેઠકમાં કોવિડ-૧૯ હોસ્પિટલ, સિવીલ હોસ્પિટલ તેમજ ક્વોરન્ટાઇન સેન્ટરો ખાતે આપવામાં આવતી માળખાગત સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી સાથે જિલ્લા વિકાસ અધિકારી દ્રારા અધિકારીઓને જરૂરી માર્ગદર્શક સુચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં મદદનીશ કલેકટર સુશ્રી મમતા એચ. હીરપરા, નાયબ કલેકટર સુરજ બારોટ, મામલતદાર ચુંટણી સુશ્રી વંદનાબેન પરમાર, એન. આઇ.સી.ડાયરેક્ટર હરીશકુમાર તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.
Tags sabarkantha