હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલના એક્સરે વિભાગમાં દર્દીઓનો ધસારો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક્સરે અને સોનોગ્રાફી માટે દર્દીઓનો ઘસારો દિવસે દિવસે વધી રહ્યો છે, હાલમાં એક દિવસમાં 150થી પણ વધુ દર્દીઓ આ સેવાનો લાભ મેળવી રહ્યા છે. ત્યારે આ વિભાગમાં બીપીએલ કાર્ડ ધરાવતા દર્દીઓને પણ નિ:શુલ્ક સેવા પૂરી પાડવામાં આવે છે.સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ એક્સરે અને સોનોગ્રાફીની સુવિધાથી કેટલાય ગરીબ પરિવારો રાહત હેઠળ સારવાર મેળવે છે. તો બીપીએલ કાર્ડ ધરાવતા લોકો માટે નિશુલ્કમાં આ સુવિધા પૂરી પાડવામાં આવે છે, સવારથી જ દર્દીઓની લાંબી કતાર લાગે છે. ત્યારે બીપીએલ કાર્ડ ધારકો માટે એક અનોખી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

જેમાં અમુક સંજોગોમાં જો કોઈ દર્દી બીપીએલ કાર્ડ ઘરે ભૂલી ગયો હોય અથવા પુરાવા ન હોય તો તેવી પરિસ્થિતિમા રૂપિયા 100 ભરી એક્સરે કરાવી અને ત્યારબાદ દર્દી દ્વારા બીપીએલ કાર્ડની કોપી વિભાગમાં જમા કરવામા આવે ત્યારે તે રકમ પરત કરી દેવામાં આવે છે. જોકે તે માટે સિવિલના એક્સરે અને સોનોગ્રાફી વિભાગમાંથી જિલ્લા રોગી કલ્યાણ સમિતિની પૈસા ભર્યાની પોહોંચ આપવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.