સાબરકાંઠામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાને લઈને રોલ ઓબ્ઝર્વરની ERO, AERO સાથે બેઠક યોજાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

જિલ્લાની મતદાર યાદી ખાસ સુધારણા અંતર્ગત રોલ ઓબ્ઝર્વર કુમારી ભાર્ગવી દવેએ કલેક્ટર કચેરી સભાખંડમાં જિલ્લાના ERO, AERO સાથે કલેક્ટર હિતેષ કોયાની ઉપસ્થિતિમાં બેઠક યોજીને જરૂરી સૂચનો અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તૈયાર કરાયેલ પ્રેઝન્ટેશન નિહાળી આંકડાકીય વિગતો મદદનીશ ચૂંટણી અધિકારી ડો. પારૂલબેન પાસેથી જરૂરી વિગતો મેળવી હતી. જ્યારે નવા મતદારો કે જે ૧૮ વર્ષથી ઉપરના છે તેની નોંધણી તથા લગ્ન થયેલ મહિલા મતદારોની જે તે ગામમાં નામ કમી કરી નવા સરનામે નોંધણી કરવા તથા BLO મારફત જરૂરી ફોર્મ ભરીને ઓનલાઇન એપ્લિકેશન તથા એપ ડાઉનલોડ કરીને ફોટાવાળી મતદાર યાદીમાં સમાવેશ અને આધારકાર્ડ લિંક કરીને ૬-બ ફોર્મ ભરીને આપવા તે ફોર્મ ચૂંટણીના અધિકારીઓ ચકાસીને તેને આખરી ઓપ આપશે અને યાદી અપડેટ કરી લેશે. રવિવારના દિવસે જે તે BLO મતદાન મથકે હાજર હશે. મામલતદાર પ્રાંત અધિકારી દ્વારા યોગ્ય ચકાસણી કરી આખરી ઓપ અપાશે.

SSR ૨૦૨૨ના તા. ૨૧-૮-૨૦૨૨ તથા. ૨૮-૮-૨૦૨૨ દરમિયાન જિલ્લામાં કુલ ૫૪,૨૮૭ ફોર્મ ભરાયેલ છે. જે પૈકિ ૧૮-૧૯ વય જુથના કુલ ૬૧૭૨ ફોર્મ મળેલ છે. જિલ્લામાં આંગણવાડી, સખીમંડળ તથા DRDA દ્વારા મહિલાઓને શ્રમિકના આધાર કાર્ડની વિગતો મળી રહેશે. સાથે સાથે થર્ડ જેન્ડરની વિગતો મેળવીને તેમને પણ યાદીમાં સમાવવા જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જિલ્લાના આઠ તાલુકા અને છ નગરપાલિકા વિસ્તારમાં પણ ખાસ ઝુંબેશ દ્વારા મતદાર સુધારણા હાથ ધરવા જણાવ્યું હતું. સાથે જિલ્લામાં જનજાગૃતિ આવે તે માટે શાળા કોલેજ આઈ.ટી.આઈ, યુનિવર્સિટીમાં સ્વીપ પ્લાન હેઠળ કામગીરી કરવા પણ જણાવ્યું હતું.

૨૭ હિંમતનગર, ૨૮ ઇડર, ૨૯ ખેડબ્રહ્મા, 33 પ્રાંતિજ મતદાર નોંધણી અધિકારીઓ તથા મદદનીશ નોંધણી અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક બાદ રોલ ઓબ્ઝર્વર દ્વારા માન્ય રાજકીય પક્ષો સાથે પણ ચૂંટણીલક્ષી કામગીરી અંગે સમીક્ષા કરી હતી. આમ ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારીઓ અને પક્ષો સાથે સમીક્ષા કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.