મોડાસા યાર્ડમાં એક જ દિવસમાં 4442 બોરીની આવક

સાબરકાંઠા
સાબરકાંઠા

મોડાસા માર્કેટયાર્ડ દિવાળીના તહેવારોમાં સતત નવ દિવસ બંધ રહ્યા બાદ તા. 31 ને સોમવારે વેપારીઓએ ખેતપેદાશોની ખરીદી કરીને શ્રી ગણેશ કર્યા હતા. મોડાસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં એક જ દિવસમાં મગફળી, સોયાબીન, કપાસ અને અડદ જેવા પાકોની 4442 બોરી ની આવક થઈ હોવાનું નોંધાયું હતું. મોડાસા માર્કેટયાર્ડમાં મગફળી 24 ના₹ 1,000 થી ₹1480 અને મગફળી જી20 ના₹1000 થી₹1251 પ્રતિ એક મણ એટલે કે 20 કિલોના ભાવો બોલાયા હતા. મોડાસા માર્કેટયાર્ડના ચેરમેન રાજુભાઈ પટેલ અને ડિરેક્ટર પંકજભાઈ પટેલે જણાવ્યું કે ખેડૂતોને જણસીના ભાવો પૂરેપૂરા મળી રહે અને તોલમાપનું પૂરેપૂરું ધ્યાન રહે તે માટે સમિતિ દ્વારા આયોજન કરાયું છે.

અરવલ્લી જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતા મોડાસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં સોમવારથી માર્કેટયાર્ડ રાબેતા મુજબ ખૂલતા આજુબાજુના મોડાસા, માલપુર, મેઘરજ, ધનસુરા, ભિલોડા તાલુકાના અને રાજસ્થાનના સરહદી ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ખેત પેદાશો વેચવા ઉમટી પડતા મોડાસા માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં 4442 બોરી માર્કેટયાર્ડ ખેડૂતોથી અને વેપારીઓથી ધમધમી ઉઠ્યું હતું. નવા વર્ષના પ્રારંભેભે જ મોડાસા માર્કેટયાર્ડમાં મગફળી 24 ની 3300 બોરી અને મગફળી જી20 ની 110 બોરી આવક થઈ હોવાનું નોંધાયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.