સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ
રખેવાળ ન્યુઝ, અરવલ્લી : અરવલ્લીની ગિરી કંદરાઓથી દૈદિપ્યમાન સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના નવીમેત્રાલ આર્ડેક્તા કોલેજ ખાતે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. વધુમાં તેમણે સાબરકાંઠા જિલ્લાની વાત કરતા ઉમેયેર્ુ હતુ કે, વિજયનગરનું કોડિયાવાડા ગામ જેણે સૈનિકોના ગામ તરીકે ઓળખ ઉભી કરી છે. તો વિજયનગરનું પાલ-દઢવાવ ગામ અંગ્રેજો સામેના સંગ્રામની સાક્ષી પૂરે છે. તેમણે આદિજાતિઓના વિકાસ માટે કરવામાં આવેલા વિકાસની વાત કરતા જણાવ્યું હતું કે, બાળકોના શિક્ષણ માટે એકલવ્ય મોડેલ સ્કૂલ, કન્યા વિધાલય અને સૈનિક શાળાઓની શરૂઆત કરવામાં આવી છે. તો વળી ઉચ્ચ અભ્યાસ માટે તેમને ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમણે કુપોષણ સામેના જંગમાં બાળકોનું શરીર સૌષ્ઠવ જળવાય રહે તે માટે દૂધ સંજીવની યોજના અમલી બનાવી છે જયારે મહિલા પશુપાલકો આર્ત્મનિભર બની રહે તે માટે સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ દૂધાળા પશુઓની સહાય પુરી પાડવામાં આવી છે. તેમણે વન અધિકારપત્રો થકી જંગલની જમીન આપીને તેમના હક્ક આપવાનું કામ રાજયની સરકારે કરી તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાનું કામ કરી રહી છે. રાજયની આ સરકાર આદિ જાતિઓના સંર્વાગી વિકાસ માટે કટીબધ્ધ હોવાનું પણ ઉમેર્યુ હતું.આ પ્રસંગે રાજ્યસભાના સાસંદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ દેશના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરીને જળ-જમીન અને જંગલના માલિકને તેમના હકક આપ્યા છે. તેમણે છેવાડાના માનવીઓને શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા અને પાણીની પાયાની સુવિધા પુરી પાડી તેમના સુખાકારીની ચિંતા રાજય સરકાર કરી રહી હોવાનું તેમણે ઉમેર્યુ હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડબ્રહ્માના ધારાસભ્ય શ્રી અશ્વિનભાઇ કોટવાલે જણાવ્યું હતું કે,બહુધા આદિવાસી તાલુકાઓમાં પણ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી થાય તે જરૂરી છે જેથી આદિવાસી લોકોને તેમના હક્કોની જાણકારી અને રક્ષણ આપવાનું કામ કરી શકાય. આ પ્રસંગે ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીનાના આદિવાસી લોકોને વનઅધિકાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેજસ્વી તારલાઓ, રમતવીરો, કૃષિ, પશુપાલન અને સમાજક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદાન કરનાર લોકોનું મંત્રી શ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને અંતે કોલેજના પંટાગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા સમાહર્તા સી.જે પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડાૅ.રાજેન્દ્ર પટેલ, અગ્રણી અશોક જોષી, ભોજાભાઇ મકવાણા, આર. ડી. પટેલ સહિત આ વિસ્તારના આદિજાતિ લોકો ઉપસ્થિત રહ્યા હતા.