સાબરકાંઠામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર વરસાદ : ઇડરમાં પોણા 4 ઇંચ

સાબરકાંઠા
સાબરકાંઠા

આ અંગે હિંમતનગરમાં સાબરકાંઠા ડિઝાસ્ટર કચેરીથી મળેલ માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો. ઇડરમાં 24 કલાકમાં પોણા 4 અને વહેલી સવારે બે કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં ગાજવીજ સાથે રાત્રે વરસાદ વરસ્યો હતો. ઇડરમાં વરસાદ વરસવાને લઈને ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે વરસાદી વાતાવરણને લઈને ઇડરરિયા ગઢનું દૃશ્ય આહલાદક અને મનમોહક લાગી રહ્યું છે.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો. ઇડરમાં પોણા 4 ઇંચ, પ્રાંતિજમાં પોણા 2 ઇંચ અને હિંમતનગરમાં સવા 1 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદ વરસવાને લઈને રોડ પર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.આજે સવારે બે કલાકમાં 8માંથી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ખેડબ્રહ્મામાં 1 ઇંચ, વડાલીમાં પોણો 1અને વિજયનગરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

હિંમતનગરમાં રાત્રી દરમિયાન ગાજવીજ સાથે સવા 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું. શહેરના મોતીપુરા અને સહકારી જિન વિસ્તારમાં અધૂરા ઓવરબ્રિજ અને સર્વિસ રોડ પર પાણી ભરાયું હતું. જેને લઈને વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન થયા છે. સાબરકાંઠા જિલ્લામાં 8 તાલુકામાં 03 મિમીથી 82 મિમી સુધી વરસાદ નોંધાયો છે.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર વરસાદ 

ખેડબ્રહ્મા 06 મિમી

વિજયનગર 03 મિમી

વડાલી 20 મિમી

ઇડર 82 મિમી

હિંમતનગર 31 મિમી

પ્રાંતિજ 41 મિમી

તલોદ 12 મિમી

પોશીના 08 મિમી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.