![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/ભારે-પવન-સાથે-વરસાદ-HED.jpg)
ભારે પવન સાથે વરસાદ વરસ્યો, વૃક્ષો ધરાશાયી : ભિલોડામાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ
ભિલોડામાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ: ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થયા, બે કાર વૃક્ષ નીચે દબાઈ, સદનસીબે કોઈ જાનહાની નહીં, ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસુ જામતું જાય છે ત્યારે વરસાદથી કહી ખુશી કહી ગમ જેવા દૃશ્યો જોવા મળ્યા છે. ત્યારે ભિલોડામાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ થયો છે. વરસાદ ભારે પવન સાથે વરસ્યો હતો જેના કારણે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૃક્ષ પડ્યું છે. જેના કારણે બે કાર વૃક્ષ નીચે દબાઈ છે. જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ભિલોડાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની ઘટના સામે આવી છે.