હિંમતનગર જૂની જિલ્લા પંચાયત પાસે કામગીરીને લઈને રેલવે ફાટક બંધ

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરમાં ઠેર ઠેર વિકાસ કામોને લઈને ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે હિંમતનગરના જૂની જિલ્લા પંચાયત પાસે રેલવે ફાટક પાસે ચાલતી કામગીરીને લઈને ટ્રાફિક જામ સવારથી થઈ રહ્યો છે. તો બીજા ફાટક પાસે પાલિકા અને રેલ્વેની કામગીરીને લઈને બંધ છે. જેને લઈને શહેરજનોએ ટાવરથી રેલવે ઓવરબ્રિજ થઈને મહાવીરનગર તરફ જવાથી ટ્રાફિકનું ભારણ ઓછુ થઇ શકે છે.આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ સ્થળ પર વિકાસકામો ચાલી રહ્યા છે. જેને લઈને કેટલાક સ્થળે જાહેરનામાં બહાર પાડી રસ્તાનો વિકલ્પ આપ્યો છે. જેને લઈને શહેરના જૂની જિલ્લા પંચાયત, ટાવર ચોક, જૂની સિવિલ સર્કલ, પાચબત્તી અને બી ડીવીઝનથી નગરપાલિકા થઈને ટાવર રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો દિવસ દરમિયાન સર્જાય છે.


હિંમતનગરમાં ગુરુવારે સવારથી ટાવરથી જૂની જિલ્લા પંચાયત, છાપરીયા ચાર રસ્તે અને દુર્ગા બજાર તરફ જવાના રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રેલ્વે વિભાગ દ્વારા ઈલેક્ટ્રીફીકેશનને લઈને ચાલતી LC-83 રેલવે ફાટક પર ચાલી રહેલી કામગીરીને લઈને ટ્રાફિક જામ થાય છે. ત્યારે પાચબત્તીથી દુર્ગા બજારના રેલવે ફાટક LC-82 પર એક તરફ પાલિકા દ્વારા ગટરનું અને રેલવે વિભાગ દ્વારા ફાટક અને ઈલેક્ટ્રીફીકેશનની કામગીરી ઉપરાંત રેલવે ઓવરબ્રિજની કામગીરીને લઈને ફાટક બંધ છે. હાલમાં બંને રેલવે ફાટક પર ચાલતી કામગીરીને લઈને શહેરજનોએ ટાવરથી ઓવરબ્રિજ પર થઈને મહાવીરનગર તરફ જવા ઉપયોગ કરવો જરૂરી બન્યો છે. જેને લઈને ટ્રાફિકની સમસ્યામાં હળવી થઇ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.