વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા કરતાં હિંમતનગરમાં પર 15 વર્ષે લીડ વધી
પ્રધાનમંત્રી મોદીએ હિંમતનગરમાં સભાને સંબોધન કર્યું હતું. તેમાં 6 બેઠક આવરી લેવાઈ હતી. મોદીના સંબોધન બાદ નવા જોશ અને ઉત્સાહથી મત વિસ્તારમાં પહોંચ્યા હતા અને 6 બેઠક પૈકી 5 બેઠક ભાજપને ફાળે આવી હતી હિંમતનગર બેઠક પર 20 વર્ષે ભાજપની લીડ વધીને 10હજાર સુધી સુધી પહોંચી હતી તો પ્રાંતિજ બેઠક પર 63 હજાર મતની લીડ નોંધાઈ હતી.
ખેડબ્રહ્મા બેઠક પર ત્રણ ચૂંટણીથી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી 50હજાર સુધીની લીડથી ભાજપને હરાવી ચૂકેલ અશ્વિન કોટવાલના ભાજપ પ્રવેશ બાદ છેલ્લી ઘડીએ કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા હતા અને અશ્વિન કોટવાલને નવા સવા કહી શકાય તેવા તુષાર ચૌધરીએ 2000 વોટથી હારનો સ્વાદ ચખાડી જાયન્ટ કિલર સાબિત થયા હતા.