હિંમતનગરમાં કલેક્ટર કચેરી ખાતે લોકસભા ચૂંટણી 2024ની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી
હિંમતનગરમાં કલેક્ટર કચેરી ખાતે સાબરકાંઠા જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની તૈયારી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેષ દવે તથા અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્થિ પરીખની ઉપસ્થિતિમાં આયોજન અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકને સંબોધતા ચૂંટણી અધિકારી જણાવ્યું હતું કે, જિલ્લામાં મુક્ત, ન્યાયી અને પારદર્શિતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે જરૂરી છે. આ માટે પરસ્પર તમામને એકબીજા સાથે સંકલન સાધીને જિલ્લા ચૂંટણીતંત્રના સહયોગી તરીકે સોંપાયેલી કામગીરી પૂરી સતર્કતા સાથે જવાબદારીપૂર્વક પાર પડે તે જોવાની ખાસ હિમાયત કરી હતી. આ ઉપરાંત ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી સમયસર થાય તે જોવાની ખાસ તાકીદ કરી હતી.
આ બેઠક જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે જિલ્લામાં વિવિધ નોડલ અધિકારીઓ દ્વારા હાથ ધરાનાર કામગીરી ચૂંટણીલક્ષી તાલીમ, ફ્લાઇંગ સ્કવોર્ડ ટીમ, વીડિયો સર્વેલન્સ ટીમ, વીડિયો વ્યુઇંગ ટીમ, સ્ટેટીક સર્વેલન્સ ટીમ,એકાઉન્ટીંગ ટીમ, MCC, MCMC,મટીરીયલ મેનેજમેન્ટ, EVM મેનેજમેન્ટ તથા સ્વીપ એટલે કે મતદાર જાગૃતિ અભિયાન, વાહન વ્યવસ્થા અંગે માર્ગદર્શક સૂચનાઓ અપાઇ હતી. આ સાથે બંને જિલ્લાના કલેક્ટરો પ્રથમ ઇ.વી.એમ.રેન્ડમાઇઝેશન ચેક કર્યું હતું.