હિંમતનગરમાં EVM અને VVPATની પ્રેક્ટિકલ અને થિયરીક્લ તાલીમ અપાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભાની ચુંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓને તાલીમ આપવાનું શરુ કરવામાં આવ્યું છે. ત્યારે હિંમતનગર વિધાનસભામાં બે દિવસમાં 1771 કર્મચારીઓ અને અધિકારીઓને પ્રિસાઈડીંગ ઓફિસર, આસીટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસર અને ફીમેલ પોલીંગ સ્ટાફને પ્રેક્ટિકલ અને થિયરીક્લ તાલીમ આપવામાં આવી હતી.

આ અંગેની વિગત એવી છે કે, વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ આખરી તબક્કામાં છે. ત્યારે ઈવીએમની ફાળવણી કરી દેવામાં આવી છે, તો બીજી તરફ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવાનું વિધાનસભાના કહેવા પ્રમાણે શરુ કરી દેવાયું છે. જેના પગલે હિંમતનગર વિધાનસભામાં જોડાયેલા કર્મચારીઓ અને અધિકારીઓની બે દિવસ તાલીમ યોજવામાં આવી હતી.

હિંમતનગરની હિંમત હાઇસ્કુલમાં બે પાલીમાં 782 પ્રિસાઈડીંગ ઓફિસર, આસીટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસરોને EVMની પ્રેક્ટિકલ અને થિયરીક્લ તાલીમ આપવામાં આવી હતી. તો બીજા દિવસે સવારની પાલીમાં 503, બપોરની પાલીમાં 486 ફીમેલ પોલીગ ઓફિસરોને નિષ્ણાતો દ્વારા VVPATની થીયરીકલ અને પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમમાં વિધાનસભાની ચૂંટણીઓ વખતે ચૂંટણી અધિકારીઓને કર્મચારીઓના કર્તવ્યો, કામગીરીને ધ્યાનમાં રાખવાની બાબતો અંગે જણાવાયું હતું. આ ઉપરાંત વોટીંગના દિવસે ભરવાના થતાં જરૂરી ફોર્મ અંગે પણ જાણકારી આપી હતી. મતદાનના દિવસે તમામ દરજ્જાના અધિકારીઓની ફરજ અંગે જણાવ્યું હતું. આ તાલીમ વર્ગમાં હિંમતનગર પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામીએ ઉપસ્થિત રહી તમામ સુવિધાઓનું નિરીક્ષણ કરી ખૂબજ હકારાત્મક અભિગમ સાથે તમામને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત તાલીમમાં EVM મશીન તેમજ VVPATનું નિદર્શન રાખવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.