ATMમાં રાત્રિના સમયે અજાણ્યો શખ્સ ચોરી કરવાના આશયથી તોડફોડ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં એક કોમ્પ્લેક્ષમાં આવેલા બેન્કના ATMમાં રાત્રિના સમયે અજાણ્યો શખ્સ ચોરી કરવાના આશયથી તોડફોડ કરતા અચાનક સાયરન વાગ્યું હતું. જેને લઈને આ અજાણ્યો શખ્સ ભાગી ગયો હતો જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. બનાવ અંગે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ બી-ડિવિઝન પોલીસે CCTVના આધારે શખ્સને પાણપુર પાસે રોડ પરથી ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં બી.કે.એવન્યુ કોમ્પ્લેક્ષમાં આવેલ પંજાબ એન્ડ સિંધ બેંકના ATMમાં 10 જાન્યુઆરીની રાત્રિના 10.30ના સમયે અજાણ્યા શખ્સે પ્રવેશ કરીને ચોરી કરવાના ઈરાદાથી તોડફોડ કરવાની શરુ કરી હતી. ત્યાર બાદ ધારદાર છરા જેવા હથિયાર વડે તોડ ફોડ કરી ATM મશીનનું હુડ, ડિસ્પેન્સર તેમજ સાયરન કેબલ કાપતા સમયે અચાનક સાયરન વાગ્યું હતું. જેને લઈને અજાણ્યો શખ્સ બહાર નીકળી ભાગી ગયો હતો. ત્યાર બાદ બનાવ અંગે બેન્કના કુલદીપસિંહ કિશનસિંહ ચૌહાણે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા બાદ તેમની ફરિયાદ આધારે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ અંગે હિંમતનગર બી-ડિવિઝન PI એસ.જે.પંડ્યાએ જણાવ્યું હતું કે, પંજાબ એન્ડ સિંધ બેંકના ATMમાં ચોરીના નિષ્ફળ પ્રયાસને લઈને અલગ અલગ ટીમો બનાવીને નેત્રમ કમાન્ડ કંટ્રોલના વુમન પોલીસ કોન્સ્ટેબલ જીનલબાની મદદ સાથે ટીમોએ બેંક અને તેની આસપાસના CCTVની તપાસ હાથ ધરી હતી. બીજી ટીમે કમાન્ડ કંટ્રોલના નેત્રમ ખાતે CCTVની તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં આ ATMમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનારા અજાણ્યા શખ્સ મહમદ સોહેલ અબ્દુલ રજાક રેંટીયાને માળીના છાપરીયા પાસેના KGN હોટલ આગળ રોડ પર ઉભા રહ્યાં સમયે ઝડપી લીધો હતો. તેની અંગઝડતી લેતા તોડફોડમાં ઉપયોગ કરેલો લોખંડનો છરો, મોઢા પર પહેરેલું માસ્ક મળી આવ્યું હતું. રાત્રિના સમયે પંજાબ એન્ડ સિંધ બેંકમાં ચોરી કરવાની કોશિશ કરવાની કબૂલાત કરી હતી. આમ ગણતરીના કલાકોમાં ચોરીની કોશિશ કરનારા શખ્સે ઝડપી લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.