જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી વૃદ્ધાને મેઘરજ 108 ના પાયલોટે રક્તદાન કરી માનવતા મહેંકાવી

અરવલ્લી
અરવલ્લી

મેઘરજ સીએચસીમાં 4 દિવસ અગાઉ સારવાર લઈ રહેલી 75 વર્ષીય મોટીમોયડી ગામની વૃદ્ધાને વધુ સારવાર અર્થે 108 દ્વારા હિંમતનગર સિવિલમાં ખસેડાતા મહિલા દર્દીને તાત્કાલિક લોહીની જરૂરિયાત ઉભી થતાં મેઘરજ 108ના પાયલોટ દશરથસિંહ ચૌહાણે 1 બોટલ લોહી આપીને માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

મેઘરજના મોટીમોયડીની વૃદ્ધાની તબિયત લથડતા ચાર દિવસ અગાઉ 108 દ્વારા તેને સારવાર અર્થે મેઘરજ સીએચસીમાં લાવવામાં આવી હતી. જ્યાં મહિલા જમનીબેનની તબિયત વધુ લથડતાં વધુ સારવાર અર્થે તેમને 108 દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 108 કર્મીઓ દ્વારા મહિલાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતા મહિલા દર્દીને લોહી માત્ર ચાર ટકા હોવાનું નિદાન થયું હતું.

જોકે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહેલી મહિલાની સારવાર માટે તાત્કાલિક લોહીની જરૂરીયાત ઉભી થતાં લોહી આપી શકે તેવા મહિલાના સગાસંબંધી પણ સ્થળ ઉપર હાજર ન હોવાના કારણે 108 ના કર્મીઓ પણ વિમાસણમાં પડી ગયા હતા. દરમિયાન મેઘરજ 108ના પાયલોટ દશરથ ચૌહાણે મહિલાને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પોતાનું 1 બોટલ લોહી ડોનેટ કરી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.