પોળો જંગલોમાં હવેથી પેટ્રોલ-ડીઝલની કારો નહીં ચાલે

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના કાશ્મીર ગણાતા વિજયનગરના પોળોના જંગલમાં સહેલાણીઓ વધારો થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતનું એક માત્ર કુદરતી સૌંદર્યની સમૃધ્ધિ ધરાવતું અને ઐતિહાસિક વિરાસત સમા વિસ્તાર અભાપુરમાં હવે ઈ-રીક્ષા થકી પોળોના જંગલમાં પ્રદૂષણ ફેલાતું રોકવા પ્રયાસ કરાયો છે. અહીં પેટ્રોલ-ડીઝલની કારમાં જવા નહીં મળે. તાજેતરમાં જ અહીં ઈ-રીક્ષા પ્રોજેક્ટ શરૂ કરાયો છે. તો કલેક્ટરે પોળો વિસ્તારના શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતાં પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ચાર પૈડા અને તેથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે.

અભાપુર ખાતે ઇ-રીક્ષા લોકાર્પણ સમયે જિલ્લા વિકાસ અધિકારી શાહે જણાવ્યું હતું કે, પોળો સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય પર્યટન સ્થળ છે અને વિપુલ કુદરતી સૌંદર્યનો ભંડાર છે. આ વિસ્તારમાં પ્રદૂષણ ના ફેલાય અને તે જોવાનું સ્થાનિકો અને વહિવટી તંત્રની જવાબદારી છે. શુધ્ધ હવા એ દરેક જીવનો અધિકાર છે અને તેનું સંવર્ધન એ આપણા સૌની સહિયારી જવાબદારી બને છે. ઇ-રીક્ષા થકી પર્યાવરણની જાળવણી થાય છે. વાતાવરણ પ્રદૂષણમુક્ત બનશે. આ વિસ્તારના લોકોને રોજગારી મળવાની સાથે બહારથી સહેલ માણવા આવતા લોકોને નવી સવલત મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.