મોડાસા : ગટરલાઇનના ઢાંકણામાં રાહદારી મહિલાનો પગ ફસાયો, મશીનથી ઝાળી કાપીને પગ બહાર કાઢ્યો
મોડાસા શહેરના તમામ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા ગટર લાઇન નાખવામાં આવી છે એ ગટર લાઇનના ઢાંકણાની લોખંડની ઝાળી પણ ફિટ કરી છે, પરંતુ એ લોખંડની જાળીની બે પટ્ટીઓ વચ્ચે ખૂબ ગેપ હોવાના કારણે આજરોજ એક રાહદારી મહિલાનો પગ ઝાળીમાં ફસાઈ જવાની ઘટના બની હતી. મહિલાએ બુમાબુમ કરી મુકતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોખંડ કાપવાના કટર મશીનથી ઝાળી કાપીને મહિલાનો પગ બહાર કાઢ્યો હતો.
આ કોઈ પાલિકા માટેની પ્રથમ ઘટના નથી અનેક વખત આવી બેદરકારીઓ સામે આવતી રહી છે. ચોમાસા દરમિયાન ગટરની પ્રિ-મોન્સૂન કામગીરી દરમિયાન પણ આ ઝાળી પાલિકા તંત્રને નહીં દેખાઈ હોય કે શું?. તંત્ર આખા શહેરમાં આવી ગટરોના ઢંકાણાઓની તપાસ કરાવે એ જરૂરી બન્યું છે.