પાટણમાં એક દિવસમાં ૧૦, સાબરકાંઠામાં નવા ચાર કેસ નોંધાયા

પાટણ
પાટણ

રખેવાળ ન્યુઝ પાટણ/સાબરકાંઠા
ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૩૦ હજારને પાર પહોંચી ગઈ છે. ગઈકાલે છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ ૬૧૫ નવા કેસ સામે આવ્યા હતા. હજુ પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. પાટણ જિલ્લામાં રવિવારે કોરોના બોમ્બ ફૂટ્યો છે. અહીં એક સાથે નવા ૧૦ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો
પાટણમાં આજે નવા ૧૦ કેસ નોંધાયા છે. જેમાં ૮ પુરૂષ અને ૨ મહિલાનો સમાવેશ થાય છે. જેમાં પાટણ શહેરમાં ૮ કેસ, હારીજ સ્ટેટ બેન્કમાં એક કેસ અને ચાણસ્માના ખારાધરવામાં એક કેસ સામે આવ્યો છે. પાટણ શહેરના શીશ બંગલોઝ સહિત રણસીવાડો, યસ નગર, મોટી ભાટિયા વાડ ટાંકવાડો, મહાવીર નગર, ધાંધલની શેરી, સાલવી વાડો, સુરમ્ય બંગલોઝ અને અમરનાથ સોસાયટીમાં આજે નવા કેસ નોંધાયા છે. નવા કેસની સાથે પાટણમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧૭૯ પર પહોંચી છે, જેમાં ૨૧ લોકોના મૃત્યુ થયા છે. સાબરકાંઠામાં પણ કોરોનાનો કેર યથાવત છે. આજે નવા ચાર કેસ સામે આવ્યા છે. પ્રાંતિજમાં ત્રણ અને તલોદ તાલુકામાં એક કેસ નોંધાયો છે. પ્રાંતિજના શાન્તીનાથ સોસાયટીમાં ૬૧ વર્ષીય આધેડને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો પ્રાંતિજના વહોરવાડમાં ૭૦ વર્ષીય વૃદ્ધ, પ્રાંતિજના સ્વામિનારાયણ સોસાયટીમાં ૫૫ વર્ષીય પુરુષ અને તલોદના હરસોલમાં ૬૦ વર્ષીય આધેડ કોરોનાનો શિકાર બન્યા છે. આ નવા કેસની સાથે જિલ્લામાં અત્યાર સુધી ૧૭૦ કેસ નોંધાયા છે. જેમાં ૮ લોકોના મૃત્યુ થયા તો ૧૧૪ લોકો સારવાર બાદ સાજા થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.