સાબરકાંઠા જિલ્લાના DCG દ્વારા ઘડકણ પાસે દમાસ લિમિટેડ કંપનીમાં આયોજન

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ઘડકણ ખાતે આવેલા દમાસ લેમિનેટસ પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરી ખાતે ઓફ સાઈટ મોકડ્રીલનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્‍લા ક્રાઇસીસ ગૃપ તથા નાયબ નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય, ગાંધીનગરના સંયુકત ઉપક્રમે આ મોકડ્રીલ યોજાઇ હતી.આ મોકડ્રીલમાં કારખાનાના પ્લાન્ટમાં ફોર્માલ્ડીહાઇડ જેવા જ્વલંતશીલ તથા ઝેરી રસાયણનું લીકેજ અને આગ લાગવાની જાણ થતા કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારી દ્વારા કંટ્રોલમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરિસ્થિતિ કાબૂ બહાર જતાં ઓફ સાઇટ ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. મદદ માટે ડીસ્‍ટ્રીક્ટ ક્રાઇસીસ ગૃપ (DCG)ના તમામ સભ્યોને ટેલીફોનીક જાણ કરાયેલી. જે યોગ્ય સમયગાળા સુધીમાં તમામ સરકારી તેમજ બિનસરકારી એજન્સીઓ જેવી કે નગરપાલિકા ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસ ડીપાર્ટમેન્ટ, સિવિલ સર્જન, વિવિધ MAH ફેકટરીઓના સેફટી ઓફીસર્સ વગેરે ઘટનાસ્થળ પર આવી હતી. આગની ઇમર્જન્સી કાબૂમાં લાવવામાં જરૂરી કામગીરી કરી હતી.


આ ઇમર્જન્સી દરમિયાન ફોર્માલ્ડીહાઇડનું ગળતર ત્યાં કામ કરતા એક કામદારને ગેસ લાગતા તેમને તાત્કાલિક મેડિકલ સારવાર આપવામાં આવી હતી. સૌના સહિયારા પ્રયાસથી આ ઇમર્જન્સી કાબૂમાં લાવ્યા હોવાનું ધારીને ઓલ ક્લિયર સિગ્નલ આપીને આ મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ જાહેર કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.