ઇડર જાદર પોલીસ સ્ટેશનમાં નેત્ર ચિકિત્સા કેમ્પ યોજવામાં આવ્યો : 100થી વધુ રીફ્લેકટરો લાગવામમાં આવ્યા
માર્ગ સલામતી માસને લઈને અલગ અલગ કાર્યક્રમો પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવે છે. ત્યારે ઇડર જાદર પોલીસ સ્ટેશનમાં નેત્ર ચિકિત્સા કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં વાહનો ચાલકોને આંખોની તપાસ કરીને મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા. આ અંગેની વિગત એવી છે કે, એક માસના માર્ગ સલામતી માસને લઈને પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બુધવારે જાદર પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલકો અને ઇકો ચાલકોનો મફત નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન ઇડરની આત્મવલ્લભ હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું. જેમાં 15 વાહન ચાલકોને ચશ્માના નંબર હોવાથી તેમને આત્મવલ્લભ હોસ્પિટલ દ્વારા મફત ચશ્મા આપવામાં આવ્યા હતા.
ત્યારબાદ વાહનને રાત્રી અકસ્માત ના સર્જાય તે માટે વાહનોને દરામલી, કિશોરગઢ ચાર રસ્તા અને માઢવા ચેકપોસ્ટ પાસે 100થી વધુ રીફ્લેકટરો લાગવામમાં આવ્યા હતા. આ ઉપરાંત ટ્રાફિક જાગૃતિ પત્રિકા વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં વાહન ચાલકોને વાહન ચલાવતા સમયે મોબાઈલ પર વાત નહીં કરવી, ઓવર સ્પીડ વાહન નહિ ચલાવવું, ઓવરલોડ વાહન નહિ ભરવું સહિતની જાગૃતિ આપવામાં આવી હતી.