સાબરકાંઠા લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા લોકસભા પર કોણ લડશે તેના જવાબમાં પાર્ટી નક્કી કરશે તે ઉમેદવાર હશે તેવું પ્રદેશ ભાજપા મહામંત્રી રજની પટેલે હિંમતનગરમાં આજે સાબરકાંઠા લોકસભાના મધ્યસ્થ કાર્યાલયના પ્રારંભ સમારોહમાં પૂછતા જણાવ્યું હતું.હિંમતનગર શહેરના સહકારી જીન ચાર રસ્તા પાસે સાબરકાંઠા-અરવલ્લી લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું મંગળવારે પ્રદેશ ભાજપ મહામંત્રી અને ઉત્તર ઝોનના પ્રભારી રજનીભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મધ્યસ્થ કાર્યાલયની રીબીન કાપતા સમયે તમામે જયશ્રીરામના નારા સાથે રીબીન કાપી મધ્યસ્થ કાર્યાલયમાં પ્રવેશ કર્યો હતો.સાબરકાંઠા લોકસભા બેઠક પર સી.જે.ચાવડાનું નામ ચર્ચાઈ રહ્યું છે તેના જવાબમાં પાર્ટી જે ઉમેદવાર નક્કી કરે તે માન્ય રહેશે. અત્યારે કોણ ચુંટણી લડશે એ કહેવુ વહેલુ છે, જે પાર્ટી નિર્ણય કરશે તે માન્ય રહેશે તેવું જણાવ્યું હતું.

આ પ્રસંગે રજનીભાઈ પટેલે જણાવ્યું કે, આજે અહીં જે મંચસ્થ આગેવાનો છે તે ટીમવર્કથી કામ કરશે. કાર્યકર્તાઓને પણ વિશેષ જવાબદારી મુજબ રાખી કામ કરવું પડશે. જો સમસ્યાઓ હોય તો યોગ્ય જગ્યાએ વાત મૂકીએ એવો મારો સંદેશ છે. ગઈકાલે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું ‘રામ ઉર્જા છે, રામ સમાધાન છે, રામ બધાના છે, રામ અનંતકાળ છે. આપણી અસ્મિતાને મિટાવવા ઘણા પ્રયત્નો થયા.કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી અને સાબરકાંઠા લોકસભા સીટના કલસ્ટર બાબુભાઈ જેબલિયાએ સમારોહને સંબોધન કરતા કહ્યું હતું કે, આજે ગુજરાતમાં 26 સીટના કાર્યાલય એક સાથે ઉદ્ઘાટન થવા જઈ રહ્યા છે, ચૂંટણી આપણે જીતવાના તો છીએ જ, પરંતુ પાંચ લાખના માર્જિન સાથે જીતવા માટે પાર્ટીના સંચાલનમાં આવતી તમામ યોજનાઓ કરી છે.લોકસભા સીટના પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યાએ કહ્યું હતું કે, આપણે આજે પરિચય અને સંકલ્પ સાથે કામ કરી ભવ્ય જીત મેળવવાની છે તે રીતે કાર્ય કરીએ. ધારાસભ્ય રમણલાલ વોરાએ ઇડર તાલુકો સૌથી વધુ લીડ સાથે અગ્રેસર રહેશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પ્રમુખ રાજુભાઈ ચૌધરી, સાંસદ દીપસિંહ રાઠોડ, હિંમતનગર ધારાસભ્ય વી.ડી.ઝાલા, ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, સિદ્ધાર્થભાઈ પટેલ, સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, હિંમતનગર માર્કેટયાર્ડના ચેરમેન જેઠાભાઈ પટેલ, બંને જિલ્લાના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.