હિંમતનગરમાં વધુ એકવાર જૂથ અથડામણ, પોલીસે 6 ટિયરગેસના સેલ છોડ્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરમાં વધુ એકવાર પથ્થરમારો થવાની ઘટના બની છે. શહેરના વણઝારા વાસમાં પથ્થરમારો થયો છે. બે ટોળા સામસામે આવી જતા પરિસ્થિતિ વણસી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળે કાબૂ મેળવવા માટે 6 ટિયરગેસના સેલ છોડ્યા હતા.

હિંમતનગરના છાપરિયામાં 10મી એપ્રિલે રામનવમીએ શોભાયાત્રા સામસામે પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં પોલીસે 3 ફરિયાદ નોંધી હોવાનું રેન્જ આઈજીએ જણાવ્યું છે. પત્રકાર સમક્ષ તેમણે કહ્યું હતું કે, આ ઘટનામાં 3 FIR દાખલ કરી 30થી વધુ આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે. કંટ્રોલ રૂમના CCTV ચેક કર્યા છે, 1 હજારથી વધુ પોલીસ અધિકારી કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવ્યો છે. ગઈકાલે હિંમતનગર શહેરમાં બે કોમ વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો હતો, આજે તદ્દન શાંતિ છે. એકંદરે કાયદો વ્યવસ્થા જળવાય તે માટે ખાતરી આપવામાં આવી છે. પોલીસકર્મી ઈજાગ્રસ્ત થતાં 307 અને આઇટી એક્ટ હેઠળ પણ ફરિયાદ કરવામા આવશે. એડમિનિસ્ટ્રેશન સાથે શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક કરવામાં આવી, શાંતિ માટે હકારાત્મક સપોર્ટ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.