હિંમતનગરમાં G-20 અંતર્ગત દોઢ કિમીની સીટીવોક મેરેથોન યોજાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

રાજ્ય સરકારના આદેશ અનુસાર G-20 અંતર્ગત નગરપાલિકા દ્વારા મહિને અવેરનેસ કાર્યક્રમના ભાગરૂપે મંગળવારે હિંમતનગર નગરપાલિકા દ્વારા સીટીવોક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિંમતનગર નગરપાલિકાથી આ સીટીવોકને લીલી ઝંડી આપી જિલ્લા ભાજપ પ્રમુખે પ્રસ્થાન કરાવ્યું હતું. તો પાલિકા પ્રમુખ, પાલિકા કમર્ચારીઓ અને વિવિધ સ્કૂલના વિધાર્થીઓ સીટીવોકમાં જોડાયા હતા.

હિંમતનગર નગરપાલિકાએ G-20 અંતર્ગત હિંમતનગરના ગોકુલનગરમાં આવેલી નગરપાલિકાથી છાપરિયા વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશન સુધી સીટીવોક મેરથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને હિંમતનગર નગરપાલિકાથી સીટીવોક મેરેથોનનું લીલી ઝંડી આપી જિલ્લા પ્રમુખ જે.ડી.પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. આ સીટીવોક મેરથોનમાં પાલિકા પ્રમુખ યતીનીબેન મોદી, સદસ્ય શશીભાઈ સોલંકી, જાનકી રાવલ, રાકેશભાઈ પટેલ, હિંમતનગર શહેર ભાજપના વાસુદેવ રાવલ, પારસ મહેતા, ચીફ ઓફિસર નવનીત પટેલ, પાલિકાના ઓએસ રાજેન્દ્રસિંહ ચૌહાણ, સુરજ રાઠોડ સહિત પાલિકાના કર્મચારીઓ અને ફાયર વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. તો વિવિધ સ્કૂલના વિધાર્થીઓએ પણ સીટીવોક મેરથોન કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.