સાબરકાંઠામાં પ્રથમ દિવસે પ્રા. વિભાગમાં 57 % અને માધ્યમિકમાં માત્ર 3.83 ટકા છાત્રો આવ્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

બે વર્ષના કોરોનાકાળ દરમિયાન બાદ પ્રથમ વખત મુક્ત વાતાવરણમાં કોઇ પણ જાતના નિયંત્રણો વગર સોમવારે શાળાઓ ખુલતા વિદ્યાર્થીઓએ એકબીજાને મળી આનંદમાં સમય પસાર કર્યો હતો. સાબરકાંઠામાં પ્રાથમિક વિભાગની સાપેક્ષમાં માધ્યમિક વિભાગમાં પાંખી હાજરી નોંધાઇ હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદભાઇ ચૌધરીએ જણાવ્યું કે ધો-1 થી 8 માં અંદાજે દોઢ લાખ વિદ્યાર્થીઓ પૈકી 84 હજાર એટલે કે 57 ટકા વિદ્યાર્થી હાજર રહ્યા હતા માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર પ્રથમ દિવસે 7749 વિદ્યાર્થી હાજર રહ્યા હતા. ધો-9-12 માં અંદાજે 2 લાખ વિદ્યાર્થી હોવાનુ મનાય છે. માત્ર 3.83 ટકા હાજરી મામલે કચેરી દ્વારા જણાવાયું કે ધો-9 અને ધો-11 માં એડમીશનની કામગીરી ચાલી રહી છે જેના આંકડા પ્રાપ્ત નથી જેને કારણે હાજરી ઓછી જણાઇ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.