ચૈત્રી પૂનમે હજારો ભક્તો રાજ્યભરમાંથી અંબિકા માતાજીના દર્શને ઉમટી પડયા
આજે ચૈત્ર પૂનમને લઈને સાબરકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીના દર્શને હજારોની સંખ્યામાં માતાજીના ભક્તોએ દર્શન કર્યા હતા.પ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મામાં આવેલા અંબિકા માતાજીના મંદિરે ચૈત્ર પૂનમને લઈને ભક્તો માતાજીના દર્શને રાજ્યભરમાંથી આવી પહોંચ્યા હતા. મંગળા આરતી બાદ મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લું થયું હતું. જે મોડી રાત સુધી ખુલ્લું રહેશે. ત્યારે કમળ પર સવાર માતાજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.મોડી રાત સુધી ભક્તો દર્શન કરવા આવશે,
તો સવારથી મોડી રાત સુધીમાં અંદાજે 50 હજારથી વધુ ભક્તો દર્શન કરશે. બપોર સુધીમાં 30 હજારથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે અને દર્શન માટે ભક્તોનો પ્રવાહ ચાલી રહ્યો છે.ચૈત્ર પૂનમને લઈને હિંમતનગરના રૂપાલ ગામે ઝાંઝરી માતાજીના મંદિરે દર પૂનમની જેમ આ વર્ષે પૂનમના રોજ યજમાન પુનમચંદ પુરૂષોત્તમદાસ ચૌહાણના પરિવાર દ્વારા મંદિરના પરિસરમાં પૂજન અર્ચન સાથે માતાજીની આરતી કર્યા બાદ ધજા સાથે પરિવારે માતાજીના મંદિરની પ્રદક્ષિણા કરી હતી. ત્યાર બાદ શિખર પર ધજા ચઢાવી હતી. પૂનમને લઈને માતાજીનાભક્તો જિલ્લા ભરમાંથી દર્શને આવ્યા હતા.