હિંમતનગર એસટી વિભાગીય કચેરી દ્વારા શ્રાવણ માસની ભેટ: ડેપોમાં 14 યાત્રાધામની STબસો શરૂ કરાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર એસટી વિભાગીય કચેરી દ્વારા સંચાલિત સાબરકાંઠાને અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં આવેલા 8 એસટી ડેપો પર શ્રાવણ માસમાં શિવ ભક્તોને ભેટ આપવામાં આવી છે અને યાત્રાધામની 14 એસટી બસો શરૂ કરવામાં આવી છે.આ અંગેની વિગત એવી છે કે શ્રાવણ માસમાં શિવજીના દર્શને જવું હોય તો હવે એસટી બસોના રૂટ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો જેનો અમલ કરી દેવામાં આવ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આવેલા હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ તો અરવલ્લી જિલ્લામાં મોડાસા, ભિલોડા, બાયડ અને ગાંધીનગર જિલ્લાના માણસા એસટી ડેપોમાં શિવ ભક્તો શ્રાવણ માસમાં શિવજીના દર્શન કરવા જઈ શકે તેને લઈને 8 એસટી ડેપોમાં 14 એસટીના રૂટો શરૂ કરવામાં આવ્યા હતા. હિંમતનગરથી માંગરોળ, ઉજ્જૈન અને શિરડી ત્રણ એસટી બસના રૂટ, ઇડરથી જુનાગઢ અને કેશોદ બે એસટી બસોના રૂટો, ખેડબ્રહ્માથી જુનાગઢ એક એસટી રૂટ, પ્રાંતિજથી જુનાગઢ બે એસટી બસોના રૂટો, મોડાસાથી જુનાગઢ અને સોમનાથ એમ બે એસટી બસના રૂટો, માણસાથી સોમનાથ એક એસટી બસનો રૂટ તો બાયડથી જુનાગઢ અને દ્વારકા બે એસટી બસના રૂટો અને ભિલોડાથી જુનાગઢ એસ એસટી બસનો રૂટ શરૂ કરવામાં આવ્યા છે.આ અંગે હિંમતનગર એસટી વિભાગીય કચેરીના DC એચ.એસ.જોશીએ જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તોને પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ, સાતમા જ્યોર્તિલિંગ નાગેશ્વરમ, દ્વારકા, ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શનાથે જવા-આવવા માટે એસટી નિગમના હિંમતનગર વિભાગ દ્વારા 14 એસટી બસના રૂટો શરૂ કરવામાં આવ્યા છે. હિંમતનગર એસટી ડેપો પર હિંમતનગરથી ઉપડતી એસટી બસ ઉપરાંત ઇડરની બે અને ખેડબ્રહ્માની એક એસટી બસના રૂટનો મુસાફરોને લાભ મળશે. તો ધાર્મિક સ્થળોની મુસાફરી કરવા માટે ઓનલાઈન બુકિંગ માટે વિભાગના તમામ બસ સ્ટેશનો ખાતેથી તેમજ એસટી નિગમની ઓનલાઈન વેબ સાઈટ WWW.gsrtc.in ઉપરથી રીઝર્વેશન કરાવી સંપૂર્ણ સલામતીથી સમયસર વધુ આરામદાયક મુસાફરીનો લાભ મેળવી શકાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.