હિંમતનગર રેલવે સ્ટેશન પર વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા NPS વિરોધ પ્રદર્શન કરાયું

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના રેલવે સ્ટેશન પર આજે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા NPSનો વિરોધ કરીને OPS લાગુ કરવા અધિકારીઓ અને કર્મચારીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો.


આ અંગેની વિગત એવી છે કે, રાજ્યમાં ઓલ્ડ પેન્સન સ્કીમ લાગુ કરવા માટે શિક્ષકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બીજી તરફ હવે કેન્દ્ર સરકારના રેલવેના કર્મચારીઓએ રેલવે મજદૂર સંઘ દ્વારા NPSનો વિરોધ પ્રદર્શન મંગળવારે કર્યો હતો. ત્યારે હિંમતનગરના રેલવે સ્ટેશન પર હિંમતનગરથી અસારવા સેક્શનના અધિકારીઓ અને કર્મચારીઓ, ટ્રેક મેન એકઠા થયા હતા અને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના નેજા હેઠળ NPSનો સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો અને OPS સ્કીમ લાગુ કરવા માગ કરી હતી. આજના વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં રેલ અધિકારીઓ અને કમર્ચારીઓ જોડાયા હતા. 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી દરમિયાન NPSનો વિરોધ પ્રદર્શન ચાર દિવસ અલગ અલગ જગ્યાએ કરવામાં આવશે.NPS વિરોધ પ્રદર્શનને લઈને GRP અને RPF પોલીસ પણ બંદોબસ્તને લઈને હાજર રહી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.