મોડાસા રૂરલ પોલીસે રાજેન્દ્રનગર ચોકડી પાસેથી ૨.૬૬ લાખના દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યૂઝ અરવલ્લી : ગાંધીના ગુજરાત માં દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો વાહનો મારફતે ગુજરાતમાં લવાઈ રહ્યો છે અરવલ્લી જીલ્લામાં નવનિયુક્ત એસપી સંજય ખરાતના આગમન પછી જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડધામ કરી રહી છે. બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોએ હવે વિદેશી દારૂ ઘુસાડવા સરકારી એસ.ટી બસ અને ખાનગી લકઝરી બસમાં મુસાફરના સ્વાંગમાં ખેપિયાઓ મારફતે વિદેશી દારૂ ઠાલવવા પ્રયત્નશીલ બન્યા છે. ત્યારે મોડાસા રૂરલ  પોલીસે રાજેન્દ્ર ચોકડી નજીકથી મીની લકઝરી (ટ્રાવેલર) માંથી સીટની નીચે ગુપ્તખાનામાં સંતાડી રાખેલા ૨.૬૬ લાખના દારૂ સાથે બે શખ્શોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. મીની લકઝરીમાં સંતાડેલ દારૂનો જથ્થો રાજ્યના બુટલેગર પાસે પહોંચે તે પહેલા પોલીસે બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવ્યું હતું.
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમે અમદાવાદ-ઉદેપુરને હા.નં-૮ પર આવેલ રાજેન્દ્ર નગર ચોકડી નજીક રાજસ્થાન માંથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં બુટલેગરોની વિદેશી દારૂ ઘુસાડવાની નવી મોડસ ઓપરેન્ડીશનો પર્દાફાશ થયો હતો રાજસ્થાન તરફથી આવી રહેલ ટેમ્પો ટ્રાવેલર (ગાડી.નં ય્ત્ન૦૯છફ૫૫૩૨)ને અટકાવી તલાસી લેતા મીની લકઝરી બસની સીટની નીચે મુસાફરોને બેસાડવા માટેની સીટ નીચે ગુપ્ત ખાના બનાવી સંતાડેલ વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ-૨૫૬૮ કીં.રૂ.૨૬૬૪૦૦ નો જથ્થો જપ્ત કરી ટ્રાવેલર ચાલક નરેન્દ્રસિંહ ભૈરવસિંહ ચૌહાણ અને કિશનલાલ મોહનલાલ રાવત (બંને,રહે.રાજસ્થાન)ને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ટેમ્પો ટ્રાવેલર, દારૂ, મોબાઈલ સહીત ૭૭૦૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા બંને શખ્શો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.