જિલ્લામાં ખનન માફિયા સક્રિય બન્યા 2.75 કરોડ ની કિંમત ના કુલ સાત કન્ટેઇનર સિઝ કર્યા
હાલ જિલ્લામાં ખનન માફિયા ખૂબ સક્રિય બન્યા છે. કોઈને કોઈ યુક્તિ અજમાવી ગેરકાયદેસર રીતે ખનીજ વહનની પ્રવૃત્તિ ફૂલીફાલી છે. ગાડીઓ ઓવરલોડ, બોગસ રોયલ્ટી પાસથી લઈ અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈ સ્થાનિક તંત્ર ઊંઘમાં રહ્યું અને ગાંધીનગર ફ્લાઈંગ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર ભૂસ્તર વિભાગ ની ફ્લાઈંગ સ્કવોર્ડ વાહન ચેકીંગ માં હતી તે દરમિયાન ધનસુરા થી રાજસ્થાન તરફ જતા કન્ટેઇનર ને રોકી તપાસ કરતા આ કન્ટેઇનર માં મોટા પ્રમાણ માં બોકસાઈટ ભરેલું હતું આવા કુલ 2.75 કરોડ ની કિંમત ના કુલ સાત કન્ટેઇનર સિઝ કર્યા વાહન ચાલક પાસેથી ખનીજ નો રોયલ્ટી પાસ માગતા તમામ સાતે વાહનો ના ચાલકો એ માટી નો રોયલ્ટી પાસ બતાવ્યો હતો આમ માટી ના રોયલ્ટી પાસ પાસ બોકસાઈટ વહન કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ હાલ તો તમામ 7 કન્ટેઇનર સીઝ કરી ગાંધીનગર ભૂસ્તર વિભાગે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે આમ ફ્લાઈંગ સ્કવોર્ડ ની કડક કાર્યવાહી થી ગેરકાયદેસર ખનીજ વાહન કરતા ખનિજ માફિયાઓ માં ફફડાટ વ્યાપ્યો છે.