હિંમતનગરમાં પુરવઠાના ગોડાઉનમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરની જુની સિવિલ સર્કલ નજીક આવેલ સરકારી ગોડાઉનના પાછળના ભાગમાં પ્રવેશ કરી કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ભેજમાપક યંત્ર, વજનીયાના બાટ તથા રેકર્ડ રજીસ્ટ્રર મળી કુલ રૂપિયા 44,900 ચોરીના મામલે હિંમતનગર બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે બી-ડિવીઝન પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો.

આ અંગે બી-ડિવીઝન પોલીસ મથકમાં સતપાલસિંહ નરેન્દ્રસિંહ સિસોદીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોઇ અજાણ્યા ચોર ઇસમોએ જુની સિવિલ સર્કલ નજીક આવેલ સરકારી ગોડાઉનના ઓફિસના પાછળના ભાગે આવેલ બારીના લોખંડના સળીયા તોડીને ઓફિસમાં પ્રવેશ કરી ઓફિસમાં મુકેલ ભેજમાપક યંત્ર બે કિંમત રૂપિયા 40,000 ઇલેકટ્રોનિક કાંટા નંગ 3, વજનીયા બાટ તથા રેકર્ડ રજીસ્ટ્રર મળી કુલ 44,000ની મત્તાની ચોરી કરી કોઇ અજાણ્યો ચોર ઇસમ લઇ ગયો હતો. જે અંગે બી-ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.