રાજ્ય કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં માલવાસનું નામ ઝળકયું

સાબરકાંઠા
સાબરકાંઠા

1 જાન્યુઆરી 2024ના પ્રથમ સૂર્ય કિરણની સાથે મોઢેરા સૂર્યમંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાતમાં સૂર્યનમસ્કાર કરી નવા વર્ષની શરૂઆત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યના યોગ સાધકોએ ભાગ લીધો હતો. ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા આ સ્પર્ધા યોજાઈ હતી.મહેસાણાના મોઢેરા ખાતે સોમવારે રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્ર્મમાં સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર પોશીના તાલુકાના માલવાસના કોલેજનો વિદ્યાર્થી કલ્પેશભાઈ ગમાર રાજ્યકક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધામાં પ્રથમ નંબરે આવ્યો હતો. જેનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ2.50 લાખનો ચેક અર્પણ કરાયો હતો.


આદિજાતિ વિસ્તાર સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના માલવાસના 19 વર્ષીય કલ્પેશભાઈ સવજીભાઇ ગમાર BAના બીજા વર્ષના વિદ્યાર્થી છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી યોગ સાથે જોડાયેલા છે. તેઓ ખેરોજ નચિકેતા ગુરુકુળમાં યોગના ટ્રેનર તરીકે ફરજ બજાવે છે. સાથે મલખમ, રોપ મલખમ પણ જાણે છે. યોગના અભ્યાસુ કલ્પેશભાઈએ રાજ્યકક્ષાએ 15 મિનિટમાં 50થી વધુ સૂર્ય નમસ્કાર કર્યા હતા. જેને લઈને તેમને રાજ્ય કક્ષાએ પ્રથમ આવી ઈનામ મેળવ્યું હતું.કલ્પેશભાઇએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી યોગ સાથે જોડાયા છે. યોગ થકી તેમને શારીરીક અને માનસિક ક્ષમતામાં વધારો થયો છે. શરીર સ્ફુર્તિવાન અને મન પ્રફુલ્લિત રહે છે. યોગ થકી સમગ્ર ગુજરાતમાં જિલ્લાનું અને પોતાના ગામ અને માતા-પિતાનું નામ રોશન કરી શક્યા છે. યોગની તાલીમ આપનાર ગુજરાત યોગ બોર્ડ, યોગ કોચ રાજુભાઇ સોલંકીને પોતાની સફળતાનો યશ આપી માતા-પિતા અને તમામ યોગ સાધકોનો આભાર માન્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.