ઈડરઃ ઓરડીમાંથી 3.17 લાખનો દારૂ એલ.સી.બી એ ઝડપી પાડ્યો
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઓડા ગામની સીમમાં ખેતરમાં મુખ્યમંત્રી પાક સંરક્ષણ યોજનામાં બનેલી ઓરડીમાંથી વેચાણ થતો 2316 બોટલ રૂ.3.17 લાખનો વિદેશી દારૂ LCBએ બાતમી આધારે ઝડપ્યો હતો. જેનો જાદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
આ અંગે સાબરકાંઠા LCBના PI એ.જી.રાઠોડે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, LCB જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ઇડર તાલુકાના ઔડા ગામની સીમમાં ખેતરમાં ઓરડીમાંથી વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. જેને લઈને LCB ટીમ ઔડા ગામે તળાવ વાળા વાસમાં રહેતા નરેશ ઉર્ફે નરેશજી સોલંકીના ખેતરની ઓરડીમાં તપાસ કરવા પહોંચી હતી. જ્યાં વિદેશી દારૂની પેટી નંગ 72માંથી કૂલ બોટલ 2316 રૂ. 3,17,028 ઓરડીમાં સંતાડી રાખેલો મળી આવ્યો હતો. આરોપી નેરશ હાજર નહીં મળી આવતા મુદ્દામાલ તપાસ અર્થે કબજે લીધો હતો. જાદર પોલીસ સ્ટેશનમાં નરેશ સામે પ્રોહીબીશનનો ગુનો નોધવામાં આવ્યો હતો.