LCBએ હિંમતનગરના સહકારી જિન ચાર રસ્તેથી 6 માસથી અને ખેરોજમાંથી 1 વર્ષથી ફરાર આરોપીઓને ઝડપ્યા
હિંમતનગર એ-ડિવીઝન પોલીસે પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા 6 માસથી નાસતો ફરતો આરોપી સહકારી જીન ચાર રસ્તા પાસે ઉભો હોવાની બાતમીના આધારે શખ્સને ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન સ્ટાફના પ્રકાશકુમારને બાતમી મળી હતી કે, મુકેશ પ્રેમજી કોટડીયા (મીણા) (રહે.ડબાચા ઠેકા, તા.નયાગાવ, જિ.ઉદેપુર)વાળા વિરૂદ્ધ હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગુનો નોંધાયો છે. છેલ્લા 6 માસથી તે નાસતો ફરે છે અને હાલ તે સહકારી જીન ચાર રસ્તા પાસે ઉભો છે. જેને લઈને સ્થળ પર પહોંચી નાસતા ફરતા આરોપી મુકેશ પ્રેમજી કોટડીયાને ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો.
બીજી તરફ ઇડર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા 1 વર્ષથી ફરાર શખ્સ દિલીપ ઉર્ફે સીતારામ રાઠોડ કાળા કલરનું જેકેટ તથા નાઇટી પહેરી ખેરોજ ત્રણ રસ્તા પાસે ઉભો રહ્યો હોવાની બાતમી મળતા પોલીસની ટીમે ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો.