હિંમતનગરમાં હેરીટેજ રિસોર્ટ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાંથી લાખો રૂપિયાની ચોરી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલા હેરીટેજ રિસોર્ટ પાર્ટી પ્લોટમાં 11 દિવસ પહેલા લગ્ન પ્રસંગમાંથી અજાણ્યા ઇસમોએ મામેરાના રોકડા બે લાખ, ચાંદીના સિક્કા, મોબાઈલ સહિત 2.29 લાખની મત્તાની ચોરી કરી હતી. જેને લઈને એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ નોંધાઇ હતી.


આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલા હેરીટેજ રિસોર્ટ પાર્ટી પ્લોટમાં 2 ફેબ્રુઆરીના રોજ નિલેશ રમણલાલ શાહની દીકરીના લગ્ન પ્રસંગ હતા. જ્યાં તેજશકુમાર દોશી મામેરું લઈને આવ્યા હતા, જે મામેરામાં રોકડ રકમ રૂ 2,00,000 લાખ, મામેરાના ચાંલ્લામાં આવેલા રૂ 19,600, ચાંદીના સિક્કા નંગ-4 રૂ 2,800, ઓપો કંપનીનો મોબાઈલ એક રૂ. 7 હજાર મળી કૂલ રૂ 2,29,400ના મુદ્દામાલની કોઈ અજાણ્યા ઇસમે બપોરના 1થી 1.30 કલાકના સમય ગાળામાં ચોરી હતી. જેને લઈને જાણ થયા બાદ 11 દિવસ બાદ સોમવારે સાંજે મહાવીરનગરમાં કૈલાદેવી સોસાયટીમાં રહેતા રશ્મીકાબેન રાકેશકુમાર શાહે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.