ખેડબ્રહ્માની ધોરણ-7 પાસ મહિલાએ રોજગારી મેળવી સાથે દસેક મહિલાઓને રોજગારી આપી

સાબરકાંઠા
સાબરકાંઠા

 ખેડબ્રહ્મા તાલુકાની ધો-7 સુધી અભ્યાસ મહિલાએ હિંમતનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મુલાકાત લઇ માહિતી મેળવી વાજપાઇ બેંકેબલ યોજનાનો લાભ લઇ રૂ.1.15 લાખની આર્થિક સહાય મેળવી કાપડ વેપાર, સીવણ ક્લાસ, બ્યુટીપાર્લર, ભરતગુંથણ અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી રોજગારી મેળવી સાથે બીજી મહિલાઓને પણ રોજગારી આપી રહ્યા છે.

ખેડબ્રહ્માના કાંતાબેન હિંમતભાઇ પંચાલે જણાવ્યુ કે તેમનું પિયર કચ્છમાં છે અને ત્યાં તેમણે ધો-7 સુધી અભ્યાસ કર્યો છે.કચ્છમાંથી તે ભરતગૂંથણનું કામ શીખ્યા હતા અને લગ્ન પછી સંસ્થા દ્વારા ચાલતા સીવણ ક્લાસમાં મહિલાઓને સીવણ શીખવાડીને ગુજરાન ચલાવતા હતા.આ કામગીરી કરતા કરતા તેમણે સ્વતંત્ર સીવણ ક્લાસ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. પરંતુ સીવણ ક્લાસ શરૂ કરવા માટે આર્થિક સ્થિતિ સારી ન હોવાથી હિંમતનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મુલાકાત લીધી હતી જ્યાંથી તેમને સ્વતંત્ર સીવણ ક્લાસ માટે રૂ.1.15 લાખની આર્થિક સહાય મળી હતી ત્યારબાદ તેઓ પોતે જ કાપડ ખરીદીને પોતાના સીવણ ક્લાસમાં આવનાર મહિલાઓને સીવણ શીખવાડે છે તથા તૈયાર થયેલ સામાન બજારમાં વેપાર કરીને આર્થિક ઉપાર્જન મેળવે છે.

આ ઉપરાંત કાંતાબેન કાપડનો વેપાર, સુતરના હિંચકા બનાવવા, ચંપલ, નાળિયેરીના રેસામાંથી ગણપતિ બનાવવા, શો-પિસની વિવિધ વસ્તુઓ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી મહિને રૂ.10 હજારથી વધુની કમાણી કરી રહ્યા છે સાથે બીજી 10 જેટલી બહેનોને પણ રોજગારી આપી રહ્યા છે. જે બહેનો પણ ઘરે બેઠા મહિને પાંચ થી છ હજારની કમાણી કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.