હિંમતનગરમાં આવતીકાલે પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત

સાબરકાંઠા
સાબરકાંઠા

જિલ્લાનું કાર્યાલય પોતાનું હિંમતનગરમાં છે જ, પરંતુ પક્ષમાં નાની મોટી બેઠક માટે અથવા અન્ય પક્ષની સામગ્રી રાખવી હોય કે, પાર્કિંગની પણ તકલીફ પડતી હોવાથી છેલ્લા કેટલા સમયથી નવીન કાર્યાલય બનાવવાનો પ્રયત્ન ચાલુ હતો. ત્યારે હિંમતનગર-ઇડર બાયપાસ રોડ પર “શ્રી કમલમ” કાર્યાલયનું આવતીકાલે ભૂમિ પૂજન રાખવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત સામે નવીન આકાર લેનાર કાર્યાલય તમામ સુવિધાઓ સજ્જ બનશે. ભૂમિપૂજન સમારંભમાં અધ્યક્ષ તરીકે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી તથા અતિથિ વિશેષમાં પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ અને આમંત્રિત મહેમાનોમાં સાંસદ દિપસિંહ રાઠોડ, ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહેશે. સમારંભ કાર્યક્રમમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પણ કાર્યકરોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ અંગે વિગત આપતા જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલે જણાવેલ કે, અંદાજીત પાંચ કરોડના ખર્ચે 10 હજાર સ્ક્વેર ફૂટમાં બે માળનું કાર્યાલય બનશે જેમાં પ્રવેશ સર્કીટ હાઉસ તરફથી બનશે. કાર્યાલયની બાજુમાં મોટો હોલ પણ બનશે તો તમામ મોરચાની ઓફીસ ઉપરાંત અગામી સમયમાં હેલીપેડ પણ બનાવવામાં આવશે. કમલમના ખાતમુહૂર્તમાં 1323 ગામોમાંથી માટી ઉપરાંત સાત જળાશયોના પાણીનો પૂજન અર્ચન સાથે અભિષેક કરવામાં આવશે. આ અંગે જિલ્લા યુવા ભાજપ મોરચાના પ્રમુખ રાહુલ પટેલે જણાવ્યું હતું કે, કમલમના ખાતમુહૂર્તમાં યુવા મોરચાના કાર્યકરો દ્વારા 19 મંદિરોની માટી, વિજયનગર અને હિંમતનગર તાલુકાના સાત શહીદોના ઘરની માટી, સાથે 11 જળાશયો અને નદીના પાણી લાવવામાં આવ્યું છે અને પૂજન અર્ચન સાથે માટી અને પાણીનો અભિષેક કરવામાં આવશે. આમ કમલમ સાથે તમામને જોડાવાનું કાર્ય માટી અને પાણી થકી કરવામાં આવ્યું છે.

જિલ્લા ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા પ્રાંતિજના કરોલ, તલોદના ગોરઠીયા, વિજયનગરના વણજ, વડાલીના ધરોઈ, હિંમતનગરના ચુંબક, હાથમતી, માકડી, ગુહાઈ અને સાબરમતી નદી અને જળાશયના જળ ઉપરાંત જિલ્લાના ખેડબ્રહ્માની અંબાજી, બ્રહ્માજી ,વરતોલ ઇડરનું સપ્તેશ્વર, મુધનેશ્વર, કર્ણનાથ, બોલુન્દ્રા,ગોધમજી,સાબલી, પ્રાંતિજનું સાપડ, ગળતેશ્વર, માર્કંડેશ્વર, માલવણ રાસલોડ, હિંમતનગરનું ધારેશ્વર, સરોલી , વિજયનગરનું વિરેશ્વર, સારનેશ્વર મંદિરોની મારી સાથે હિંમતનગર તાલુકાના હાપા અને વિજયનગરના છ શહીદો મળી સાત શહીદોના ઘરની માટીને લાવવાની શરુઆત કરી દીધી છે અને આવતીકાલે ખાતમુહૂર્તમાં પાણીના અભિષેક સાથે જોડાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.