હિંમતનગરમાં 10થી 20 જાન્યુઆરી કરૂણા અભિયાન હાથ ધરાશે

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં નવ ચેતના કેન્દ્ર ધાણધા ખાતે આજે કરૂણા અભિયાન-2024 અંતર્ગત બેઠક યોજાઇ હતી. જેમાં 10થી 20 જાન્યુઆરી કરૂણા અભિયાન યોજાશે. જેમાં વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.આગામી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી-2024 દરમિયાન કરૂણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. કરૂણા અભિયાન 2024 માટે વન વિભાગ દ્વારા વેટનરી ચિકિત્સા અધિકારી,પશુપાલન વિભાગના સહિયોગથી જિલ્લાકક્ષાએ એક અને રેંજ કક્ષાએ 10 કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે. તેમજ અંદાજે 10 પશુ ચિકિત્સા અધિકારીઓ સેવા આપશે. જીવો, જીવવાદો અને જીવાડોની જીવદયા ભાવના સાથે વન વિભાગે ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે 8320002000 વોટ્સએપ નંબર કાર્યરત કર્યા છે. તેમજ રાજ્યના તમામ પક્ષી સારવાર કેંદ્રો દર્શાવતા ઓનલાઇન મેપની લીંક સ્વયંમ સંચાલિત વાઇલ્ડ લાઇફ હેલ્પલાઇન નંબર 8320002000 વોટસઅપ મેસેજમાં KARUNA મેસેજથી મળી રહેશે.


આ વર્ષે ઉત્તરાયણ તહેવારોમાં પક્ષીઓ પતંગ દોરીથી ઘાયલ ન થાય તેની તકેદારી રાખીને તહેવાર ઉજવવા વન વિભાગે સૌને અપીલ કરી છે. આ બેઠકમાં નાયબ વન સંરક્ષક એચ.જે.ઠક્કર, નાયબ વન સંરક્ષક એસ.ડી પટેલ, RFO તેમજ વિવિધ સેવાભાવી NGO ના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.