જાણ્યા ઇસમો અર્ટીગા ગાડી લઈને આવી 11 બકરાની ચોરી કરી લઇ જતા CCTVમાં કેદ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઇલોલમાં શનિવારે વહેલી સવારના સમયે અજાણ્યા ઇસમો અર્ટીગા જેવી ગાડી લઈને આવી 11 બકરાની ચોરી કરી લઇ જતા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ચોરી કરીને બકરા લઇ જતી કાર CCTVમાં કેદ થઇ છે.

આ અંગેની વિગત એવી છે કે, ઇલોલના પહાડીયા વિસ્તારમાં આવેલ ફાર્મ હાઉસ પાસેના વાડામાંથી શનિવારે વહેલી સવારે અજાણ્યા ચોર ઇસમો સફેદ કલરની અર્ટીગા જેવી ગાડી લઈને 2 કલાક 55 મિનીટ 45 સેકન્ડે આવે છે. માત્ર ગણતરીની મિનિટમાં 11 બકરીઓ જેમાં 5 માદા બકરીઓ બે વર્ષની, જેમાં એકની કીંમત રૂ. 11 હજાર મળી પાંચ બકરીના 55 હજાર, એક નર બકરો દોઢ વર્ષનો રૂ. 10 હજાર, બે માદા લવારી તથા ત્રણ નર નાના બકરા જે કૂલ મળી પાંચ નાના બચ્ચા તમામની ઉમર આશરે એક માસની અંદરની હતી. જેની એકની કિંમત રૂ.3 હજાર લેખે પાંચ નાના બચ્ચાની કીંમત રૂ. 15 હજાર સાથે નાના-મોટા બકરા મળી કૂલ 11 બકરાઓની કીંમત રૂ. 80 હજારની 3 કલાક 6 મિનિટ અને 47 સેકન્ડે સફેદ કલરની અર્ટીગા જેવી ગાડી ઇલોલથી હિંમતનગર તરફ જતા પહાડીયા વિસ્તારમાં લગાવેલા CCTV કેમેરામાં જોવા મળી હતી. આમ અજાણ્યા ઇસમોએ સફેદ કલરની અર્ટીગા જેવી ગાડીમાં 11 બકરાની 12 મિનિટમાં ચોરી કરીને લઇ ગયા હતા.

આ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ઇલોલ તળાવ વિસ્તારમાં રહેતા આબિદઅલી ગુલામહુસેન ભૂરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઇસમો સામે ચોરીનો ગુનો નોધી CCTV ફૂટેજ કબજે લઈને તપાસ હાથ ધરી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.