સાબરકાંઠા જિલ્લામાં 3 PI અને 3 PSIની આંતરિક બદલી કરાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લા પોલીસના નવા પોલીસ વડાએ જિલ્લામાં ત્રણ PI અને 3 PSIની આંતરિક બદલીના હુકમો કર્યા છે. તો હિંમતનગર બી-ડીવીઝન PIનું પોલીસ સ્ટેશન થતાં PI મુકવામાં આવ્યા છે.આ અંગેની વિગત એવી છે કે પાટણથી બદલી થઈને સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાનો ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લા પોલીસ વડા વિજય પટેલે જિલ્લામાં આંતરિક બદલીના બુધવારે હુકમો કર્યા હતા. તો પ્રથમ ત્રણ PI અને ત્યારબાદ ત્રણ PSIની બદલીના હુકમો કર્યા છે. જેમાં વર્ષ 2014માં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. જે પોલીસ સ્ટેશનમાં PSIનું હતું. ત્યારે PSIનું પોલીસ સ્ટેશન હવે અપગ્રેડ થઈને PIનું થયું છે. જ્યાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના PI એસ.જે.પંડ્યાની નિંમણુક બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. તો બીજી તરફ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ખાલી જગ્યા પડેલ PIનો ચાર્જ LIB PI એસ.એન.કરંગીયાને સોંપવામાં આવ્યો છે. હિંમતનગર CPI આર.ટી.ઉદાવતની પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અને પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PI પી.પી.વાઘેલાની હિંમતનગર CPI તરીકે બદલી કરવામાં આવી છે.બીજી તરફ જિલ્લામાં ત્રણ PSIની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં હિંમતનગર પેરોલ ફર્લો સ્કોર્ડમાંથી PSI એ.વી.જોશીની તલોદ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. તો પેરોલ ફર્લો સ્કોર્ડનો વધારાનો PSIનો ચાર્જ LCBના આર્થીક ગુના નિવારણ શાખાના PSI એસ.જે.ચાવડાને સોંપવામાં આવ્યો છે. તલોદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PSI અને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI બી.ડી.રાઠોડની વિજયનગર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. તો વિજયનગર PSI એ.બી.ચૌધરીની હિંમતનગર લીવ રીઝર્વમાં મુકવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.