પ્રાંતિજના વડવાસામાં આગ લાગતા ઘાસના પુળા અને મગફળીનો ભૂકો બળી ખાખ

સાબરકાંઠા
સાબરકાંઠા

વડવાસા ગામે રહેતા દેવા નાગજીભાઈ ભરવાડના ઘર નજીક વાડામાં ગુરુવારે મોડી સાંજે આકસ્મિક આગ લાગી હતી. જેમાં ઘાસના પૂળા અને મગફળીનો ભૂકો હતો. જેને લઈને આગ જોતજોતામાં પ્રસરી રહી હતી. જેને લઈને સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. હિંમતનગર નગરપાલિકાનું ફાયર બ્રિગેડને કોલ મળતા વડવાસા પહોચ્યું હતું.

જ્યાં હિંમતનગરના પાંચ અને પ્રાંતિજ ફાયર વિભાગના બે જવાનોએ પાણીનો છંટકાવ શરુ કર્યો હતો અને બે ફાયર ફાયટર વડે ચાર હજાર લીટરનો પાણીનો ઉપયોગ કરી સાડા ત્રણ કલાકે આગ બુઝાવી હતી. આ અંગે દેવા ભરવાડે વાડામાં અંદાજે 2 હજાર ઘાસના પૂળા અને બે ટ્રેક્ટર મગફળીનો ભૂકો હોવાનું જણાવ્યું હતું. જેમાં આગ લાગતા બળી ગયું હતું. તો આગ લાગવાનું કારણ જાણવા મળ્યું ન હતું.

તો નોંધનીય વાત એ છે કે પ્રાંતિજ પાલિકા પાસેના બે ફાયર ફાયટર રીપેરીંગમાં હોવાને લઈને કોઈપણ બનાવનો કોલ મળે તો ફાયર ફાયટર હિંમતનગરથી મંગાવવું પડે છે. જે પાલિકા માટે શરમજનક વાત છે. તો ફાયર બ્રિગેડના અભાવે ઘટનામાં પીડિતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવે છે. ત્યારે આગનો બીજો મોટો બનાવ બન્યો છે. જેમાં પ્રાંતિજ પાલિકાનું ફાયર ફાયટર વગરનું જોવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.