સાબરકાંઠામાં મહાશિવરાત્રીએ 400 કિલો ઘી સહિત 25 કિલો કપાસની જ્યોત જલાવી

સાબરકાંઠા
સાબરકાંઠા

મહાશિવરાત્રીના દિવસે આજે મગ્ર દેશની સૌથી મોટી જ્યોતની સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા બેરણા ધામઁમાં શરૂ કરાઈ છે. આજે શિવરાત્રી નિમિત્તે 400 કિલો ઘી સહિત 25 કિલો કપાસની જ્યોત જલાવી મહાદેવ પાસે કોરોના મહામારી દૂર થાય તે માટે પ્રાર્થના કરાઇ હતી. જોકે કોરોના મહામારીને પગલે રાજસ્થાન મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના તમામ વિસ્તારોમાંથી આવનારા ભક્તજનો માટે આ વર્ષે મેળાનું આયોજન મુલતવી રખાયું હતું.

હિંમતનગરના બેરણા ધામમાં 1008 શિવલિંગ અને 51 ફુટ ઉચી ભગવાન શિવની પ્રતિમાં બનાવવામાં આવી છે. જેમાં આજે સમગ્ર દેશની સૌથી મોટી જ્યોત પ્રગટાવવામાં આવી હતી. જોકે આ જ્યોત સતત છેલ્લાં 20 વર્ષથી સતત જ્યોત પ્રગટાવવામા આવે છે. જેમાં 25 કિલો કપાસ અને 20 મણ ઘી થી વિશ્વ શાંતિ માટે જ્યોત પ્રગટાવવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીને પગલે શિવરાત્રીના દિવસે અચુક ભરાતો મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે. ત્યારે રાજસ્થાન સહીત મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં ભકતો દર વર્ષે શિવરાત્રી નિમિત્તે બેરણા ધામના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

આજના દિવસે ભોલાનાથ ને રીજવવામાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટે છે. સાબરકાંઠાનુ બેરણા ઘામ માં તમામ દેવના મંદિરો અહિ આવેલા છે. અને ભક્તો અહિ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. આજના દિવસે શિવજીનો જન્મ થયો હતો જેથી આજના દિવસે તમામ શિવ મંદિરોમાં ભોળાનાથની પુજા અર્ચના કરવામાં આવે છે. તો આજે શિવરાત્રીના તહેવારને લઈ ભક્તોમાં આનંદ જોવા મળ્યો છે. ભગવાનની શિવજીની આરાધના કરી તેમની અનન્ય કૃપા પ્રાપ્ત કરવાનો ઉત્તમ દિવસ આજે મહા શિવરાત્રી કહેવાય છે. બેરણા ખાતે અનોખી રીતે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. સવા મણ રૂ અને 400 કિલો ઘી થી બનાવેલ મહાજ્યોત છે અને આજે આ જ્યોત કોરોના મહામારી દૂર કરી વિશ્ર્વ શાંતિ માંટે પ્રજલીત કરવામા આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.